રસિકલાલ પરીખ
રસિકલાલ .છો.પરીખ [૧૮૯૭-૧૯૮૨]
આજે તારીખ ૨૦ ઓગસ્ટના રોજ સાહિત્યકારો ટોલ્સટોય ૧૮૨૮-૧૯૧૦],ફિરાક ગોરખપૂરી [૧૮૯૬-૧૯૮૨],પ્રહલાદ પારેખ [૧૯૧૫-૧૯૬૨]અને રસિકલાલ પરીખ સમેત ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી[૧૯૪૪-૧૯૯૧]નો પણ જન્મદિવસ છે.આપણે વાત કરીએ રસિક્લાલ્ પરીખની.
ગુજરાતી જ્ઞાનજગતમાં ર.છો.પરીખ તરીકે પસિદ્ધ થયેલા રસિકલાલનો જન્મ અમદાવાદ પાસેના સાદરામાં થયો હતો પિતા છોટાલાલ સાદરામાં વકીલ હતા પ્રારમ્ભિક શિક્ષણ સાદરા અને અમદાવાદમાં લીધું હતું.ગામમાં જ કે નજીકમાં ભણતા હોવાથી છોકરાઓ મોજશોખ પડી જશે તેવા ડરથી પિતાએ તેમને ઠેઠ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણવા મુક્યા ત્યાંથી રસિકભાઈ સંસ્કૃત અને અંગ્રેજી સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા .
કોલેજના ઉત્તમ અધ્યાપકો અને શૈક્ષિણક વાતાવરણે તેમનું ધડતર કર્યું પછીથી ગુજરાતમાં પ્રકાંડ પંડિત તરીકે પંકાયા .તેમના પર રાનડે ,ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિકનો ખાસ્સો પ્રભાવ હતો .તેમનું ઉપનામ "મુસિકર"હતું.
રસિકભાઈએ આચાર્ય હેમચંદ્રકૃત કાવ્યનુંશાસનનું સંપાદન ,ગુજરાતની રાજધાનીઓ,ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ ,કાવ્યપ્રકાશ[રા.વિ.પાઠક સાથે]સ્મૃતિ[કાવ્ય સંગ્રહ],મેનાગુર્જરી [નાટક],આનંદમીમાંશા અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જેવા અનેક પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે .
"પુરાતત્વ","યુગધર્મ ","પ્રસ્થાન"જેવા સામયિકોના તંત્રીમંડળના સભ્ય પણ હતા.તેમણે ગુજરાત યુનિ.ના ઉપક્રમે આપેલા વ્યાખ્યાનોનો સંગ્રહ"ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ" આજે પણ ઈતિહાસ મીમાંસાના પુસ્તકોમાં શ્રેષ્ઠ છે.તો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ સંપાદન ગ્રંથ શ્રેણી ગુજરાતી ભાષામાં રચાયેલા ઇતિહાસ સાહિત્યમાં નવી ભાત પાડે છે.તેમના મેના ગુર્જરી નાટકના ૧૦૦ કરતાં વધુ પ્રયોગો થયા છે જેની પંડિત નહેરુએ પણ પ્રસંશા કરી હતી.
રસિકલાલ પરીખ ગુજરાત સાહિત્ય પરિષદ ,ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ઉપરાંત ગુજરાત યુનિ .આર્ટસ ફેકલ્ટીના ડીન પણ રહ્યા હતા .સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ,ન્યાયશાસ્ત્ર અને ગુજરાતના ઇતિહાસના અદ્રિતીય વિદ્વાન અને જીવંત સંસ્થા સમાન શ્રીર.છો.પરીખનું ૧૯૮૨માં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૦ ઓગસ્ટ,૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment