બારીન્દ્ર ઘોષ
ક્રાંતિવીર:બારીન્દ્રકુમાર ઘોષ(૧૮૮૦-૧૯૫૯3
ભારતમાં અગ્રેજો વિરૂદ્ધ આઝાદીના જંગની એક વિચારધારા ક્રાંતિકારી આન્દોલન પણ હતું.૨૦મા સૈકાના પ્રારંભે જ આ બાબતે સક્રિય થનાર બારીન્દ્રકુમાર ઘોષનો આજે જન્મદિવસ છે .તેઓ બારીન ઘોષ તરીકે પણ જાણીતા છે.મહાન ક્રાંતિકારી અને અધ્યાત્મ પુરુષ શ્રી અરવિંદના નાના ભાઈ બારીન્દ્રનો જન્મ ઇંગ્લેન્ડમાં લંડન પાસે કોયડન ખાતે થયો હતો.ડોકટર પિતા અને બહ્મોસમજી માતાના આ પુત્રએ શિક્ષણ દેવગઢ અને પટનામાં લીધું હતું.શ્રી અરવિંદના પ્રભાવમાં તેઓ ક્રાંતિકારી વિચારો તરફ ખેંચાયા હતા.વડોદરામાં લશ્કરી તાલીમ પણ લીધી હતી.૧૯૦૨માં ક્રાંતિકારી ગતિવિધિઓમાં ઝંપલાવનાર બારીન્દ્ર ઘોષ ૧૯૦૬માં "યુગાન્તર"પત્રના સ્થાપક બન્યા હતા.યુગાન્તર નામથી સંસ્થા પણ ઉભી કરી હતી.આજ ગાળામાં "અનુશીલન સમિતિ "સંસ્થા મારફત સમગ્ર બંગાળના ક્રાંતિવીરોને એક મંચ પર ભેગા કર્યા અનુશીલન સંસ્થાનો ઉદેશ "ખૂન ક બદલા ખૂન હતો.."કલકતાના માણિકતલ્લા વિસ્તારમાં બોમ્બ બનાવવાનું શરુ કર્યું.અગ્રેજ અધિકારી કિંગ્સફોર્ડની હત્યાનું કાવતરું કે જે "અલીપુર કાવતરા કેસ "તરીકે જાણીતો છે તેમાં તેમની ધરપકડ થઇ.આ કેસમાં પ્રથમ તેમને ફાંસીની સજા થઇ પછી તે સજા જન્મટીપમાં ફેરવવામાં આવી.જે તેમણે આંદામાનની સેલ્યુલર જેલમાં કાપી અને ૧૯૨૦માં છૂટ્યા પછી પત્રકારત્વ શરુ કર્યું અને અરવિંદની આધ્યાત્મિકતાથી પ્રભાવિત રહ્યા હતા.તેઓ "દિ ડોન ઓફ ઇન્ડિયા ","સ્ટેટ્સમેન",અને "વસુમિત્ર "જેવા સામયિકો સાથે સંકળાયેલા હતા. બારીન્દ્ર ઘોષે દીપાંતર વંશી,પાથેર ઈંગિત,અમર આત્મકથા,અગ્નિજુગ અને શ્રી અરબિંદો,tale of my exile જેવા પુસ્તકો લખ્યા છે.પરાધીન ભારતમાં બોમ્બની આરાધના દ્રારા દેશની આઝાદીનું સ્વપ્ન સેવનાર બારીન્દ્રકુમારનું ૧૮ એપ્રિલ ૧૯૫૯માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર ૫ જાન્યુ.2018,અમદાવાદ
Comments
Post a Comment