હરસિદ્ધ દિવેટિયા


             ગુજરાત યુનિ.ના પહેલા કુલપતિ:
            હરસિદ્ધ દિવેટિયા(૧૮૮૬-૧૯૬૮)

આજે ગુજરાત યુનિ.ના પહેલા કુલપતિ શ્રી હરસિદ્ધ દિવેટિયાનો જન્મદિવસ છે.તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા શ્રી દિવેટિયા અમદાવાદ અને મુંબઈથી બી.એ ,એમ.એ સુધીનો અભ્યાસ કરી ૧૯૧૦માં ઉત્તરપ્રદેશના બરેલીમાં તત્વજ્ઞાન વિષયના પ્રાધ્યાપક બન્યા હતા.તે પછી અંદાજે ૨૧ વર્ષ મુંબઈમાં વકીલાત કરી, ૧૯૩૩મા મુંબઈ હાઇકોર્ટમાં વધારાના ન્યાયધીશ તરીકે નિમાયા.ગુજરાતની દેશી રિયાસતોમાં પણ તેમણે ન્યાયધીશ તરીકે કામ કર્યું હતું.ગુજરાતના જાહેરજીવનની અનેક સંસ્થાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા દિવેટિયાને  ૨૩ નવે.૧૯૪૯ના રોજ સ્થપાયેલી ગુજરાત યુનિ.ના પ્રથમ કુલપતિ બનવાનું શ્રેય મળ્યું હતું. અહી તેઓ બે ટર્મ એટલે કે અંદાજે આઠ વર્ષ સુધી કુલપતિપદે રહ્યા.કુલપતિ તરીકે તેઓ યુનિ,માંથી માનવધન અને ભારતનિર્માણની શક્તિઓ ઉપજાવવા અને પાશ્ચાત્ય અને ભારતીય મુલ્યોનો સુમેળ સાધવા માંગતા હતા.તેમના કાર્યકાળમાં ગુજરાત યુનિ.ન્યાયધીશના શાસનનો અહેસાસ કરતી હતી.વિદ્યા અને સંસ્કારના તેજથી તેમણે ગુજરાત યુનિ.ને દેદીપ્યમાન બનાવવાની શરૂઆત કરી હતી.યુનિ.માં ન્યાયી અને તંદુરસ્ત પ્રણાલિકાઓ વિકસાવનાર અને યુનિ.ના ઘડવૈયા તરીકે પણ હરસિદ્ધ દિવેટીયાનું સ્મરણ થાય છે.તત્વજ્ઞાનના અભ્યાસી હરસિદ્ધભાઈએ સામયિકોમાં વિચારોત્તેજક અનેક લેખોની સાથે "The art of life in  Bhagavat gita"નામે ગ્રંથ પણ લખ્યો છે.ન્યાયધીશ,કુલપતિ હરસિદ્ધ દિવેટીયાનું તારીખ ૩ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૭ ફેબ્રુ.૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ