ડૉ. રાધાકૃષ્ણન



                  તત્વજ્ઞાની રાષ્ટ્રપતિ :
   ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન [૧૮૮૮-૧૯૭૫]

આજે શિક્ષક દિવસ એટલે ભારતના બીજા રાષ્ટ્રપતિ  ડો. રાધાકૃષ્ણનનો જન્મ દિવસ.
મદ્રાસ પ્રાંતના તીરુત્તાની ગામે જન્મ .પિતા વીરસ્વામિ શિક્ષક અને કર્મકાંડનું કામ કરતા હતા . રાધાકૃષણન્ પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લઇ ઉચ્ચ શિક્ષણ વેલ્લોર અને મદ્રાસથી લીધું હતું .
૧૯૦૮માં પ્રેસિડેન્સી કોલેજ મદ્રાસમાં આસી.પ્રોફેસર તરીકે નિમાયા હતા.અહીથી જ તેઓ વાંચન ,ચિંતન અને લેખન દ્રારા વિચારક બનવાની દિશામાં આગળ વધ્યા હતા.વિદ્યાર્થીઓમાં અતિપ્રિય એવા રાધાકૃષ્ણન કલકતા યુનિ.માં ફીલોસોફીના પ્રોફેસર ઓક્સફર્ડમાં પ્રોફેસર ઉપરાંત આન્ધ્ર.યુનિ.ના પહેલા કુલપતિ,બનારસ હિંદુ યુનિ.માં કુલપતિ પદે  રહ્યા હતા.
         લેખનના ક્ષેત્રે તેમના ૧૫૦ થી વધુ પુસ્તકો છે ગહન-ગંભીર વિષયને સરળ અને બોધગમ્ય રીતે સમજાવવાની  પધ્ધતિને કારણે કલાકો સુધી લોકો તેમને સાંભળતા .તેમનું "indian philosophy"પુસ્તક તત્વજ્ઞાનના ક્ષેત્રે  અમર પુસ્તક ગણાય છે.
         શિક્ષણની સમાંતર તેઓ રાજનીતિમાં પણ સક્રિય હતા.૧૯૩૮માં ગાંધીજીને મળ્યા .હિન્દ છોડો આંદોલનમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો .
            દેશ આઝાદ થયો તે પછી તેઓ રશિયાના રાજદૂત ,ઉચ્ચ શિક્ષણ આયોગના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિના નાતે રાજ્યસભાના અધ્યક્ષ પણ બન્યા હતા .રશિયા સાથે ભારતના સંબંધો વિકસાવવામાં તેમનું બહુમુલ્ય યોગદાન હતું તો રાજ્યસભામાં તેમના નૈતિકતાના પાઠ  સામે રાજનીતિ દબાઈ જતી.
      રાધાકૃષ્ણન ૧૯૬૨-૬૭ દરમિયાન રાષ્ટ્રપતિ રહ્યા હતા નિયમિત જીવન,હમેંશા સફેદ વસ્ત્રો જ પહેરવાના આગ્રહી રાધાકૃષ્ણન ભારતના સાંસ્કૃતિક દૂત ,દાર્શનિક અને મહાન રાજનીતિજ્ઞ હતા.
         ૧૭ અપ્રિલ ૧૯૭૫ના રોજ તેઓનું અવસાન થયું હતું .તેમના પુત્ર ડો.સર્વપલ્લી ગોપાલ ઘણા મોટા ગજાના ઇતિહાસકાર હતા.
                   અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૫ સપ્ટે.૨૦૧૭, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ