સુરેન્દ્રનાથ બેનરજી

ભારતીય રાજકારણના સ્થાપક :
સુરેન્દ્રનાથ બેનરજી[૧૮૪૮-૧૯૨૫]
ભારતના ગ્લેડસ્ટન ,ભારતના એડમંડ બર્ક અને ભારતમાં રાજકારણના સ્થાપક શ્રી સુરેન્દ્રનાથ બેનરજીનો આજે એટલે ૧૦ નવે.ના રોજ જન્મદિન છે.કોલકાતામાં જન્મેલા સુરેન્દ્રનાથ ડોકટર પિતા દુર્ગાચરણ બેનરજીના ઉદારવાદી અને પ્રગતિશીલ વિચારોથી પ્રભાવિત હતા તેમનું શિક્ષણ હિંદુ કોલેજ અને કોલકતા યુનિ.માં થયું હતું.૧૮૬૮મા આઈ.સી.એસ થવા બ્રિટન ગયા ,આઈ.સી .એસ પણ થયા પણ ઉમરના વિવાદના કારણે કોર્ટમાં જવું પડ્યું તે વિવાદને પાર પાડતા હોય તેમ ૧૮૭૧મા ફરીથી પરીક્ષા આપી અને પાસ  થયા આસી.જજ તરીકે નોકરી શરુ કરી પણ નાનકડી ભૂલના કારણે પદભ્રષ્ટ થવું પડ્યું તેની સામે પણ લડ્યા આ લડતે સુરેન્દ્રનાથને રાષ્ટ્રવાદી બનાવ્યા વચ્ચે અંગ્રેજીના પ્રોફેસર પણ બન્યા રાજકારણમાં તેઓ મવાળવાદી રાજકારણી તરીકે પસિદ્ધ થયા.તેઓએ ૧૮૮૨મા કોલકતામાં રિપન કોલેજની સ્થાપના કરી હતી જે આજે તેમના નામથી જાણીતી છે.બેનરજીએ ૧૯૦૫માં ધર્મના આધારે પડેલા ભારતના ભાગલા વિરુદ્ધ બંગભંગ અને સ્વદેશી આન્દોલન(૧૯૦૫-૧૯૧૧)ની નેતાગીરી લીધી તેને ભારતવ્યાપી બનાવ્યું આખરે અંગ્રેજોએ ૧૯૧૧મા બંગાળના ભાગલા રદ કરવા પડ્યા .પાછલી અવસ્થામાં તેઓ ગાંધીજીના સવિનય કાનુનભંગ કાર્યક્રમના ટીકાકાર રહ્યા હતા.૧૯૨૩માં  બંગાળ વિધાનસભાની ચુંટણી હાર્યા અને તેમના રાજકારણના વળતા પાણી થયા.છતાં ભારતમાં અંગ્રેજો સામે બંધારણીય રીતે કેમ લડી શકાય ? તે સુરેન્દ્રનાથ બેનરજીએ શીખવ્યું હતું.:૬ ઓગસ્ટ ૧૯૨૫ના રોજ બરાક્પુર ખાતે ૭૬ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન પછી તેમનું પસિદ્ધ પુસ્તક"A nation in making"પ્રકાશિત થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,10,નવે.2017,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ