લોર્ડ રિપન

સ્થાનિક સ્વરાજ્યનો પિતા લોર્ડ રીપન[૧૮૨૭-૧૯૦૯]

આઝાદી પહેલાના ભારતમાં આદરપૂર્વક યાદ કરી શકાય તેવા અંગ્રેજોમાં એક નામ લોર્ડ રીપનનું છે.ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાંખનાર પણ રીપન જ હતો.આખું નામ જ્યોર્જ ફેડરિક સેમ્યુઅલ રોબીન્સન , ફર્સ્ટ માર્ક્સ ઓફ રીપન હતું.લંડનના અત્યંત ધનવાન અને રાજકીય રીતે અગ્રેસર કુટુંબમાં જન્મેલા રીપને ખાનગી ધોરણે જ શિક્ષણ લીધું હતું.યુવાવસ્થામાં ઇંગ્લેન્ડના રાજકારણમાં નાના-મોટા અનેક હોદ્દાઓ ભોગવ્યા હતા ૧૮૮૪માં તે ભારતના વાઈસરોય તરીકે આવ્યા અને પોતાની ઉદારવાદી રાજનીતિથી માત્ર ચાર જ વર્ષના ગાળામાં લાખો ભારતીયોના દિલ જીતી લીધા .ભારતીય પ્રેસની સ્વતંત્રતાને હણતો વર્નાક્યુલર પ્રેસ એકટ તેમન સમયમાં નાબુદ થયો.શિક્ષણમાં સુધારા માટે હન્ટર કમીશન[૧૮૮૨]નીમાયું,પંજાબ યુનિ.ની સ્થાપના થઇ,ફેક્ટરી એક્ટ આવ્યો,પણ રિપનનું સૌથી મોટું કામ તે ઇલબર્ટ બીલ તેમાં તેણે યુરોપિયન નાગરિકોનો કેસ પણ ભારતીય ન્યાયધીશો ચલાવી શકે તેવી દરખાસ્ત કરી હતી પણ કલકતાના યુરોપીયનોના પ્રચંડ વિરોધને કારણે રિપનની મહેચ્છા બર ન આવી તેને રાજીનામું આપી બ્રિટન પરત જવું પડ્યું પણ ભારતીયોના દિલોદિમાગમાં છવાઈ ગયો.તેને વળાવવા માટે સેંકડો લોકો વિમાની મથકે ગયા બૌદ્ધિકો એ કહ્યું રિપન ભલે અત્યારે જાય છે પણ ભારતમાં બ્રિટીશ સામ્રાજ્ય ભયમાં આવી પડે ત્યારે રિપનને પાછો મોકલજો અમે અમારી સ્ત્રીઓના દાગીના વેચીને પણ ઇંગ્લેન્ડની તિજોરી છલકાવી દઈશું.ખરેખર એટલી પ્રચંડ ચાહના અન્ય કોઈ અંગ્રેજ પામી શક્યો ન હતો. પસિદ્ધ સાહિત્યકાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ એ તેમની પસિદ્ધ નવલકથા "હિન્દ અને બ્રિટાનીય" રીપનને અર્પણ કરી હતી.બ્રિટન પરત ફર્યા પછી પણ ઉદારવાદી તરીકે રિપન મજુર રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.૯ જુલાઈ ૧૯૦૯ના રોજ રીપનનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,24 ઓકટોબર 2017,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ