વિજય સિંહ ચાવડા


---------- Forwarded message ----------
From: "Jyoti Vaghela" <jyotivaghela6572@gmail.com>
Date: Feb 3, 2018 6:29 PM
Subject:
To: "divya bhaskar" <dbahm2012@gmail.com>
Cc:

ઇતિહાસકાર વિજયસિંહ ચાવડા(1927-2012)

ગુજરાતના ઓછા જાણીતા પરંતુ નક્કર ઈતિહાસ સંશોધન કરનાર વિજયસિંહ કિશનસિંહ ચાવડાનો જન્મ આજના દિવસે1927ના વર્ષે થયો હતો. તેમના પિતા કિશનસિંહ એટલે અમાસના તારા કૃતિથી જાણીતા સાહિત્યકાર કિશનસિંહ ચાવડા.માધ્યમિક અને કોલેજ શિક્ષણ વડોદરામાં લઈ મુંબઇથી અનુસ્નાતક થયા હતાં. પિતાના મિત્ર બ.ક.ઠાકોરના સૂચનથી ઈતિહાસ સંશોધનના માર્ગે વળ્યા.મહારાજા સયાજીરાવ યુનિ. માં ઇતિહાસના અધ્યાપક તરીકે જોડાઇ ડૉ. ચાવડાએ આધુનિક ગુજરાતના ઇતિહાસ વિશે નોંધપાત્ર લેખન કર્યું છે.તેઓએ બે વાર પીએચ. ડી કર્યું હતું. પ્રથમ વાર ગાયકવાડ અને અંગ્રેજો  વિશે તથા બીજી વાર લીડઝ યુનિ.માંથી "ઇન્ડિયા, બ્રિટન, રશિયા એ સ્ટડી ઓફ બ્રિટિશ ઓપિનિયન"વિશે. વિજયસિંહ ચાવડાએ અંગ્રેજીમાં સાત, ગુજરાતીમાં ચાર પુસ્તકો તથા અનેક શોધપત્રો પણ લખ્યા છે. તેમાં મૉડર્ન ગુજરાત, ગુજરાત ઇન ટ્રાન્ઝીસન ,ગુજરાતના ઇતિહાસની સંદર્ભસૂચિ,ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ વગેરે નોંધપાત્ર છે. મૂળ સ્રોતોનો  અભ્યાસ,વસ્તુનિષ્ઠ દ્રષ્ટિકોણ અને પૂર્વગ્રહવિહીન લેખન એ ડૉ. ચાવડાનાં ઇતિહાસલેખનની વિશેષતાઓ છે. ઇતિહાસકાર માટે આવશ્યક પ્રસ્તુત લક્ષણોને તેઓ ગુજરાતના ઇતિહાસના નવતર ક્ષેત્રોમાં યોગદાન આપી શક્યા હતા.વિજયસિંહ ચાવડાએ દેશ-વિદેશમાં ગુજરાતના ઇતિહાસલેખનનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.18 ફેબ્રુઆરી 2012ના  રોજ વડોદરામાં તેમનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,6 ફેબ્રુઆરી,2018,અમદાવાદ
Show quoted text

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ