એચ. એમ. પટેલ

શ્રી એચ.એમ .પટેલ [૧૯૦૪-૧૯૯૩]
મૂળ ચરોતરી પાટીદાર ,વતન ધર્મજ પણ મુંબઈમાં જન્મેલા હીરુભાઇ મુળજીભાઈ પટેલ (એચ.એમ .પટેલ)નો આજે ૨૭ ઓગસ્ટના રોજ જન્મ થયો હતો.
     પિતા શિક્ષક ઉપરાંત મિલકતની દલાલી પણ કરતાં મુળજીભાઈનું ઘર મુંબઈમાં અતિથિઓનું આશ્રયસ્થાન હતું .એચ.એમ પટેલનું શિક્ષણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ,પેટલાદમાં મોતીભાઈ અમીન પાસે અને ઈંગ્લેન્ડમાં થયું હતું.તેઓ ૧૯૨૬માં  આઈ.સી.એસ થઇ સિંધના લારખાનામાં આસી.કલેકટર તરીકે નીમાયા.
        તેમની વહીવટી પ્રગતિ મુંબઈ સરકારમાં નાયબ નાણાં સચિવ,ભારત સરકારમાં ટ્રેડ કમિશ્નર ,જોઈન્ટ સેક્રેટરી  તરીકે રહી હતી .આઝાદી બાદ પ્રથમ ભારતીય કેબિનેટ સેક્રેટરી બન્યા હતા.એચ.એમ પટેલે દેશના ભાગલા પછી અસ્ક્યામંતો ,જવાબદારીઓ ,અને લશ્કરી દળોની કુનેહપૂર્વક ,સમયસર અને સફળતાપૂર્વક વહેચણી કરી.
        ૧૯૫૯માં નિવૃત થયા પછી ૧૯૬૨મા વિદ્યાનગરના સરપંચ બન્યા .સ્વતંત્ર પક્ષની સ્થાપના થતાં તેમાં જોડાયા. ૧૯૬૭ની લોકસભાની ચુંટણી હાર્યા પણ  ધાંગધ્રાના રાજાના આગ્રહથી ત્યાંથી ચુંટણી લડી વિધાનસભામાં પ્રવેશ્યા .
         ૧૯૭૫માં કટોકટી વખતે વિરોધ પક્ષને સંગઠિત કર્યો .આ જ સમયે સાબરકાંઠાથી લોકસભાની ચૂંટણી  જીત્યાં અને મોરારજી દેસાઈ સરકારમાં નાણામંત્રી બન્યા નાણામંત્રી તરીકે ફુગાવો નાથવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી ,તે પછી તરત બનેલી ચરણસિંહ સરકારમાં ગૃહમંત્રી બન્યા હતા .૧૯૮૦માં સાબરકાંઠાથી લોકસભા ચુટણીમાં હાર્યા તો ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી વિરોધ પક્ષ માટે વિપરીત વાતાવરણમાં પણ ચુંટણી જીત્યાં  હતા.
          ૧૯૯૦ માં રાજનીતિમાંથી નિવૃત થયા ઉચ્ચ શિક્ષણપ્રાપ્ત એચ.એમ .પટેલે "Rites of  passege ","A policy for foreign trade ","Defence of india ",Vithalbhai patel ",The first flush of freedom"જેવા પુસ્તકો પણ લખ્યા છે .૩૦ નવે.૧૯૯૩ના રોજ તેમનું અવસાન થયું હતું .

અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૭, ઓગસ્ટ,૨૦૧૭, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ