જે. સી.કુમારપ્પા

ગાંધીવાદી અર્થશાસ્ત્રી:જે.સી કુમારાપ્પા(૧૮૯૨-૧૯૬૦)

આજે સ્વતંત્રતા સૈનિક,રચનાત્મક કાર્યકર અને ગાંધીવાદી અર્થશાસ્ત્રી જે.સી.કુમાંરાપ્પાનો જન્મદિન છે.મુળનામ જોસેફ ચેલાદુરાઈ કોર્નેલીયસ કુમાંરાપ્પા અને જન્મ તમિલનાડુના થન્જાવુંરમાં ઈસાઈ પરિવારમાં થયો હતો.શરૂનું શિક્ષણ સ્થાનિક શાળા-કોલેજોમાં લઇ કુમારાપ્પા  અર્થશાસ્ત્ર અને ચાર્ટર એકાઉન્ટસીનો  ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન ગયા સમાંતરે ભારતના આર્થિક પ્રવાહો વિષે લેખો લખવાનું ચાલુ કરું ૧૯૨૮માં અમેરિકાની સીરાક્સ અને કોલમ્બિયા યુનિ.ઓમાં બિઝનેસ મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.વિશ્વકક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં ભણી ચુકેલા જે.સી ૧૯૨૯માં  મહાત્મા ગાંધીના પ્રભાવમાં આવ્યા તેમના મોટાભાઈ પણ ગાંધીવિચાર સાથે જોડાયેલા હતા.પરિણામે ગાંધીજીના ગ્રામોદ્યોગ,ગ્રામ સ્વરાજ,ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત વગેરે   વિચારોના ચુસ્ત સમર્થક બન્યા.ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે અને મીઠા સત્યાગ્રહ દરમિયાન "યંગ ઇન્ડિયા"ના સંપાદક રહ્યા હતા.પ્રસ્તુત ભૂમિકા પર ૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનમાં સહભાગી થયા અને એક વર્ષ કરતા વધુ સમય માટે જેલવાસ પણ ભોગવ્યો.કુમાંરાપ્પાએ "economy of permanence","the practice and precept of jesus","chritianity:its economy and way of life","why the village movement","cow in our economy","public finance and our poverty","A serve of matar taluka of kheda district "જેવા અર્થશાસ્ત્રને લગતા ઘણા પુસ્તકો લખ્યા છે. દેશની આઝાદી પછી તેઓ આયોજન પંચ,ખેતી,ગ્રામ સ્વરાજની નીતિઓ સાથે જોડાયેલા રહ્યા હતા. ગાંધીવિચાર અને પર્યાવરણ સરક્ષણના ચુસ્ત અનુયાયી હોવાને કારણે તેઓ  મોટા બંધો અને સિંચાઈ યોજનાઓના વિરોધી હતા.હિસાબ અને સમયમાં  પાક્કા  જે.સી.કુમાંરાપ્પાનું મૃત્યુ પણ ગાંધીજીના નિર્વાણ દિને એટલેકે ૩૦ જાન્યુ.ના રોજ થયું અને તેઓની ગાંધી ભક્તિ અનન્ય સાબિત થઇ.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,4 જાન્યુ.2018,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ