શતાબ્દી સ્મરણ
શતાબ્દી સ્મરણ:મહાત્મા ગાંધી[૧૮૬૯-૧૯૪૮]
આજે બતાવવાની જરૂર નથી કોનો જન્મદિવસ છે .અનેક મહાકાવ્યો જેવું જીવન જીવી ગયેલા મહાત્મા ગાંધી વિષે ઓછા શબ્દોમાં શી વાત કરવી ?પણ હા! આ વર્ષ તેમના જીવન સાથે સંકળાયેલી કેટલીક ઘટનાઓનું શતાબ્દી વર્ષ છે.જેમ કે ચંપારણ સત્યાગ્રહ,અમદાવાદના મિલમજૂર અને ખેડા સત્યાગ્રહની શરૂઆત અને લગભગ અજાણી એવી ગોધરાની પહેલી રાજકીય પરિષદ.તારીખ ૩,૪,૫ નવે.ના રોજ યોજાયેલી સ્વરાજ્યયુગની આ નવતર પરિષદમાં ગાંધી પ્રમુખસ્થાને હતા.તેમના નેતૃત્વ માટે પ્રારંભ ગણાય છતાં તે વખતના રાષ્ટ્રીય નેતાઓ જેવા કે લોકમાન્ય ટીળક,જિન્હા,વગેરેએ તેમની આગેવાની સ્વીકારી હતી.મહાત્માજીના નેતૃત્વમાં થયેલા ૨૫ ઠરાવોમાં અંગ્રેજ રાષ્ટ્રભક્તિની બાદબાકી,વેઠપ્રથાની નાબુદી, માતૃભાષાનું ગૌરવ ,વર્ષભર આઝાદી માટે કાર્યરત રહેવું વગેરે જેવા ક્રાંતિકારી ઠરાવો અને તે માટે કામ કરવાની ભૂમિકા પણ નક્કી કરી.તો મહિલાઓ અને દલિતોના ઉત્થાનનો પાયો પણ અહી જ રચાયો હતો.ગાંધીજીની પ્રેરણાથી ગાંધીયુગની પહેલી અન્યજ શાળા મામા ફડકેએ ગોધરામાં શરુ થઇ હતી.ગાંધીજીને વહાલા રેંટીયાની શોધ પણ ગોધરા પરિષદની જ ફલશ્રુતિ હતી. ખાંડીબંધ શબ્દો કરતા રતિભર કાર્યની શક્તિમાં માનતા ગાંધીને આ પરિષદે કુમકુમ તિલક કરી ગુજરાતની આગેવાની અર્પણ કરી હતી . આ પૃષ્ઠભૂમિ પર નિર્ભય-નિશ્ચયી અને જનફેશાનીની તમન્નાના બીજ વાવી ગાંધીજીએ ગુજરાત અને ભારતનું ઘડતર કરવાનું શરુ કર્યું હતું.બાપુ આ તમારું જન્મદિન સ્મરણ..................
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨ ઓકટો.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment