સરોજિની નાયડુ



                  ભારત કોકીલા:
        સરોજિની નાયડુ(૧૮૭૯-૧૯૪૯)

      "શ્રમ કરતે હે હમ,
      કિ સમુદ્ર હો તુમ્હારી જાગૃતિ કા ક્ષણ,
       હો ચુકા જાગરણ અબ દેખો,
       નિકલા દિન કિતના ઉજ્જવલ"
     પ્રસ્તુત કાવ્ય પંક્તિના સર્જક ભારતના કોકીલા, બુલબુલ તરીકે પસિદ્ધ  મહાન સ્વતત્રતા સેનાની સરોજિની નાયડુની આજે જન્મતિથિ છે.
    મૂળ બાંગ્લા દેશી પણ હેદ્રાબાદમાં જન્મેલા સરોજિની માતા પિતાના આઠ સંતાનો પૈકી સૈાથી મોટા હતા. ઘરમાં ઉમદા  શૈક્ષણિક વારસો ધરાવતા સરોજિનીએ ૧૨ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા સમગ્ર મદ્રાસ ઇલાકામાં પહેલા નંબરે પાસ કરી હતી. તેઓ નિઝામની શિષ્યવૃતિ પર બ્રિટનમાં ભણ્યાં હતા.
     અભ્યાસ પછી ૧૯૧૪ માં મહાત્મા ગાંધીને મળ્યા અને ગાંધીના પટ્ટશિષ્યા બની ગયા. ધરાસણા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડ પછી સરોજિનીએ સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું. કઠોર અત્યાચારો સહન કર્યા.૧૯૪૨ ના હિંદ છોડો આંદોલનમાં ભાગ લઇ ૨૧ મહિનાની જેલની સજા ભોગવી હતી.
    સ્વતંત્રતા સૈનિક ઉપરાંત તેઓ ઉત્તમ કવિયિત્રી અને મહિલા અધિકારોના પુરસ્કર્તા પણ હતા.  અંગ્રેજી, હિન્દી, બંગાળી અને ગુજરાતી ભાષા પર હથોટી ધરાવતા સરોજિનીએ" દિ ગોલ્ડન થ્રેશોલ્ડ" , "દિ બર્ડ ઓફ ટાઇમ" અને "દિ બ્રોકન વીંગ "જેવા પુસ્તકો પણ લખ્યા છે.
     કોગ્રેસના પહેલા મહિલા પ્રમુખ તથા ભારતના પહેલા મહિલા રાજયપાલ સરોજિની નાયડુનું ૨ માર્ચ ૧૯૪૯ના રોજ લખનૌમાં અવસાન થયું હતું. પોતાના મૃત્યુ  વિશે સરોજિનીએ લખ્યું છે કે
" મેરે જીવન કી ક્ષુધા નહિ મિટેગી જબ તક,
   મત આના હે મૃત્યુ, કભી તુમ મુઝ તક"
ભારત સરકારે ૧૩ ફેબ્રઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૨ ફેબ્રઆરી,૨૦૧૨, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ