ભગીની નિવેદિતા
ભારતીય સંસ્કૃતિના ઉદ્દગાતા:
ભગીની નિવેદિતા [૧૮૬૭-૧૯૧૧]
"ભારતીય સંસ્કૃતિના ઉદ્દગાતા" અને "ભારતના લોકમાતા "તરીકે પણ પસિદ્ધ થયેલા ભગીની નિવેદિતાનો જન્મ ૨૮ ઓકટો.૧૮૬૭ના રોજ આર્યલેન્ડમાં થયો હતો.
મુળનામ માર્ગારેટ ઈલીઝાબેથ નોબલ. કૌટુમ્બીક વારસો પાદરીનો.શિક્ષણ આર્યલેન્ડમાં જ લીધું લગ્ન નક્કી થયા પણ લગ્ન પૂર્વે જ ભાવિ પતિનું મૃત્યુ થતા સંસારમાંથી મન ઉઠી ગયું.
૧૮૯૨માં લંડનમાં રસ્કીન સ્કુલની સ્થાપના કરી આ ગાળામાં સ્વામિ વિવેકાનંદથી પ્રભાવિત થઇ તેમની સાથે પત્રવ્યવહાર કર્યો.વિવેકાનંદે તેમને ભારત બોલાવ્યા સાથે ભારતના ઉષ્ણ વાતાવરણથી ચેતવ્યા પણ ખરા ,૨૮ જાન્યુ.૧૮૯૮ના રોજ "મોમ્બાસા " જહાજ દ્રારા તેઓ કોલકાતા પહોચ્યા ત્યારે ખુદ વિવેકાનંદ તેમને લેવા માટે બંદર પર મોજુદ હતા.
૨૮ માર્ચ ૧૮૯૮ના રોજ દીક્ષા લીધી અને નવું નામ મળ્યું નિવેદિતા [સમર્પિત થયેલી]વિવેકાનંદના કહેણથી ભારત યાત્રા કરી યોગ,ધ્યાન,સમાધિ વગેરે શીખ્યા ૧૯૦૫માં સ્વદેશીની પ્રતિજ્ઞા લીધી .ભગીની નિવેદિતાનું મુખ્ય કામ દિન-દુખિયાની અગાધ સેવાના ક્ષેત્રે છે.પ્લેગમાં એક ગોરી વિદેશી મહિલાને ખડે પગે રોગીઓની સેવા કરતી જોઈ કોલકાતાના ઉચ્ચવર્ણીય લોકો મોમાં આગળા નાંખી ગયા હતા .
૧૯૦૬મા પૂર્વ બંગાળમાં પુરના પ્રકોપ સામે કાદવ ,કીચડ અને ગંદકીમાં રાત-દિવસ લોકોની સેવા કરી આ જ ગાળામાં ઓરિસ્સાના દુષ્કાળ પીડિતોની વહારે પણ ધાયા.તેમની ભારતીય સમાજમાં સેવા પ્રવુંતિઓને જોઈ વિવેકાનંદે કહ્યું હતું કે "જગતનો ઈતિહાસ ગણ્યા ગાંઠયા સંનિષ્ઠ લોકોનો ઈતિહાસ છે.જયારે એક વ્યક્તિ સંનિષ્ઠ બને છે ત્યારે દુનિયાએ તેના પગમાં આવવું પડે છે."
ભારતના દિન-દુખિયાઓ માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાંખનાર નિવેદિતાને મૃત્યુનો અણસાર આવી ચુક્યો હતો.૧૩ ઓકટો.૧૯૧૧ના ૪૪ વર્ષની વયે દાર્જીલિંગમાં તેમનું અવસાન જ્યાં તેમની સમાધિ ઉભી છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવય ભાસ્કર,૨૮ ઓક્ટોબર,૨૦૧૭,અમદાવાદ
Comments
Post a Comment