ચિતરંજનદાસ


દેશબંધુ:ચિત્તરંજનદાસ[૧૮૭૦-૧૯૨૫]

ભારતીય સ્વરાજ્ય અન્દોલનમાં બંગાળ અગ્રદૂત રહ્યું છે મવાળવાદી,જહાલવાદી,ક્રાંતિકારી એમ બધા પ્રકારની વિચારધારા સાથે બંગાળીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.આજે આવા એક બંગાળીબાબુ ચિત્તરંજનદાસનો જન્મદિન છે.આજના બાંગ્લાદેશના ઢાકા પાસેના બીકરમપુરમાં જન્મેલા દાસબાબુ તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે  ૧૮૯૨માં બેરિસ્ટર થયા હતા.પોતાની બધી જ સંપતિ મેડીકલ કોલેજ અને સ્ત્રી શિક્ષણ માટે આપવા  અને રાષ્ટ્રીય સંઘર્ષને કારણે તેમને "દેશબંધુ"નું બહુમાન મળ્યું હતું.બંગાળના નામી અને સૌથી  વધુ કમાતા વકીલોમાં તેમની ગણના થતી.અલીપુર જેલમાં શ્રી અરવિંદનો કેસ તેઓ જ લડેલા.૧૯૧૭મા રાજનીતિમાં સક્રિય થયા.૧૯૨૧માં કોગ્રેસના અધિવેશનમાં ગાંધીજીના અસહકારના કાર્યક્રમનો વિરોધ કરવા ૫૦૦ કાર્યકરો સાથે અમદાવાદ આવેલા પણ ગાંધીજીનું અસહકારનું ગણિત સાંભળ્યા પછી તેમના સમર્થનમાં જોડાયા હતા. આ ભૂમિકા પર તેમણે ઢાકામાં રાષ્ટ્રીય વિદ્યાલયની સ્થાપના પણ કરી હતી.૧૯૨૩માં વિઠ્ઠલભાઈ પટેલ અને પંડિત મોતીલાલ નહેરુ સાથે મળી સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી તેઓ ધારાસભાઓમાં જઈ સરકારને ઘેરવા માંગતા હતા પણ સ્વરાજ્ય પક્ષ બાળમૃત્યુ પામ્યો છતાં ૧૯૨૨ થી ૧૯૨૫ના ત્રણ વર્ષ દરમિયાન તેઓએ ભારતના રાજકારણમાં અસરકારક ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા.સી.આર.દાસ બંગાળી સાહિત્ય આન્દોલનમાં  પણ પ્રવુત હતા."સાગર સંગીત","અંતર્યામી","કિશોર-કિશોરી"જેવા કાવ્ય સંગ્રહોનું લેખન  અને"નારાયણ "માસિકનું સંપાદન પણ તેમણે કર્યું હતું. સી.આર.દાસ યથાર્થવાદી,  વિરોધીઓની ખામીઓ પકડી પાડવાની કુદરતી શક્તિ અને પોતાની યોજનાઓને પાર પાડવાની દ્રઢ સંકલ્પશક્તિ પણ  ધરાવતા હતા.૧૬ જુન ૧૯૨૫ના રોજ તેમનું અવસાન થયું .ગાંધીજીએ તેમના મૃત્યુ પછી "સી.આર.દાસ સ્મારક નિધિ "માં ૧૦ લાખ રૂપિયા ઉભા કર્યા હતા.
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ