યુસુફ મહેરઅલી

યુસુફ મહેરઅલી [૧૯૦૩-૧૯૫૦]
"મને મળેલા માણસોમાં ગાંધીજી પછીનો ઉમદા માણસ કોઈ હોય તો તે યુસુફ મહેરઅલી છે."આ શબ્દો કોઈના વ્યક્તિત્વ વિષે જલ્દી પ્રમાણપત્ર ન આપતા લોકનાયક જયપ્રકાશ નારાયણે  યુસુફ મહેરઅલી વિષે કહ્યા હતા.આજે યુસુફ મહેરઅલીનો જન્મ દિવસ છે . આખું નામ યુસુર મહેરઅલી મર્ચન્ટ.જન્મ કચ્છમાં અને શિક્ષા-દીક્ષા મુંબઈમાં.બચપણથી જ ક્રાંતિકારી લખાણો વાંચે અને તેની ચર્ચા કરે.યુસુફ મહેરઅલીએ મુંબઈમાં અભ્યાસ દરમિયાન "યંગ ઇન્ડિયા સોસાયટી"સંસ્થા ઉભી કરી પ્રજાજાગૃતિનું કામ શરુ કર્યું હતું.૧૯૨૯માં વકીલાત પૂરી કરી અને રાષ્ટ્રનીતિમાં સક્રિય થયા."બોમ્બે સ્ટુડન્ટસ બ્રધરહુડ "અને યુથ લીગ મંડળો દ્રારા સરઘસો કાઢતા.૧૯૩૦-૩૨ના સવિનય કાનુનભંગ આંદોલનમાં આ નિમિત્તે જેલમાં પણ ગયા હતા.તેઓ કોંગ્રેસ સમાજવાદી પક્ષના સ્થાપક સભ્યો પૈકીના એક હતા.૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવાને કારણે તેમની ધરપકડ થઇ તેનો મુંબઈમાં પ્રચંડ વિરોધ થયો હતો. યુસુફ મહેરઅલી એકાધિક વાર જેલમાં ગયા હતા.તેઓ અખિલ હિન્દ વિદ્યાર્થી પરિષદ અને મુંબઈ કોર્પોરશનના પ્રમુખ પણ બન્યા હતા.વૈયક્તિક રીતે નાસ્તિક એવા યુસુફ હસ્તાક્ષર આપતી વખતે "સાહસ સે જીઓ"લખી યુવાઓને પ્રોત્સાહિત કરતા.૧૯૫૦માં તેમનું અવસાન થયુ .એક કવિએ તેમના વિષે લખ્યું છે કે   "કિસીકો ન હો શકા ઉસકે કદકા અંદાજા ,
    જો આસમાં થા મગર શિર ઝુકા કે ફિરતા થા "
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૩ સપ્ટે.૨૦૧૨, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ