ફિરોઝશાહ મહેતા


   

                   તાજ વગરના બાદશાહ :
             ફિરોઝશાહ મહેતા[૧૮૪૫-૧૯૧૫]

મહાત્મા ગાંધીએ જેમને "હિમાલય જેવા અડગ "કહ્યા હતા તેવા ફિરોઝશાહ મહેતાનો આજે જન્મદિવસ છે . પ્રસિદ્ધ ગાયક કિશોરકુમાર પણ આજના જ દિવસે ૧૯૨૯ના વર્ષે જન્મ્યા હતા.
       પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મજબુત બાંધો ધરાવતા ફિરોઝશાહનો જન્મ મુંબઈમાં પારસી  પરિવારમાં થયો હતો .જન્મે પારસી પણ કર્મે ભારતીય એવા ફિરોજશાહના પિતા મહેરબાનજી કલકત્તાની મેસર્સ કામા એન્ડ કંપનીમાં ભાગીદાર હતા તેઓએ ઈતિહાસ અને ભૂગોળ પર પુસ્તકો પણ લખ્યા હતા.
        ફિરોઝશાહ મુંબઈની એલ્ફીન્સન્ટ ઇન્સ્ટીયુટમાંથી મેટ્રિક પાસ કરી મુંબઈમાં જ બી.એ અને એમ.એ થયા હતા.કાયદાના અભ્યાસ માટે બ્રિટન ગયા ત્યાં દાદાભાઈ નવરોજી સાથે મુલાકાત થઇ અને તેમને ગુરુપદે  સ્થાપ્યા.ફીરોઝ્શાહે  લંડનમાં "લંડન લિટરરી સોસાયટી"ની  સ્થાપના કરી હતી.અહી જ તેમણે "હિન્દુસ્તાનમાં શિક્ષણવ્યવસ્થા "વિષે  પસંશનીય મહાનિબંધ લખ્યો હતો.
                            ૧૮૬૯માં  ભારત પરત આવ્યા ,સબ જજની  નોકરી કરવાને બદલે વકીલાત શરુ કરી .વકીલ તરીકે એવા તો પંકાયા કે અમદાવાદથી મુંબઈ વચ્ચેના વકીલો તેમની સામે કેસ લડતા ગભરાતા હતા.
           આ જ સમયે તેમની જાહેર સેવાઓ પણ શરુ થઇ ચુકી હતી .વર્તમાનપત્રોની  સ્વાયતતાને નાથતા  કાયદા સામે તેઓએ બ્રિટનની  પાર્લામેન્ટમાં ફરિયાદ કરી તે કાયદાને નાબુદ કરાવ્યો હતો.
            ૧૮૮૪-૧૮૮૮ દરમિયાન તેઓ મુંબઈ સુધરાઈના પ્રમુખ રહ્યા હતા તેમનું મુખ્ય કામ હિંદી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) સ્થાપનામાં છે ૧૮૮૫માં સ્થપાયેલી   આ સંસ્થાના કલકતા અધિવેશનમાં તેઓ છટ્ઠા પ્રમુખ બન્યા હતા.
         ફિરોઝશાહ મહેતાએ ૧૯૦૭માં ૬૨ વર્ષની  વયે લગ્ન કર્યા હતા .૧૯૧૩માં "બોમ્બે ક્રોનિકલ "પત્રની  સ્થાપના કરી હતી.પ્રખર રાષ્ટ્રવાદી  ફિરોઝશાહ મહેતાનું ૫ નવે.૧૯૧૫ના રોજ હૃદયરોગના હુમલાથી ૭૦ વર્ષની  ઉંમરે અવસાન થયું હતું .
          આઝાદીના આન્દોલનમાં પોતાની ભાગીદારી વિષે તેઓ કહેતા કે "૧૨૦૦ વર્ષ પહેલા દેશનિકાલ થયેલા પારસીઓને આ દેશે શરણ આપ્યું હતું તેની સેવા કરવી એ પારસીઓ માટે કર્જ ચુક્વવા જેવું છે .
                           અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૪ જુલાઇ,૨૦૧૭, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ