લાભુબેન મહેતા
૧૭ ડિસે.માટે
લાભુબેન મહેતા [૧૯૧૫-૧૯૯૪]
ગુજરાતી પત્રકારત્વના સિંહ અમૃતલાલ શેઠના પુત્રી અને જાણીતા સાહિત્યકાર મોહનલાલ મહેતા "સોપાન"ના પત્ની હોવા છતાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકેલા લાભુબેન મહેતાનો આજે જન્મદિન છે.તેમનો જન્મ લખતરમાં થયો હતો.અમૃતલાલના પુત્રી હોવાથી ધરમાં રાષ્ટ્રવાદી વાતાવરણ અને વિદ્યાનો વારસો તો મળવાનો જ હતો.મોહનલાલ મહેતા-સોપાન સાથે લગ્ન પછી તેમાં અભીવુંદ્ધી થઇ હતી.તેમની મુખ્ય ઓળખ સાહિત્યકાર તરીકેની રહી છે.પહેલી કૃતિ શરદબાબુની "પથેર પાંચાલી"નો અનુવાદ હતો.લાભુબેને જય જવાહર,તુલસીના પાન,પ્રેમમૂર્તિ કસ્તુરબા,બંદી ,જીવન માંગલ્ય,સરદાર અને પંતજી,સંસાર માધુરી,આભ અને ધરતી,કવિવર ટાગોર,કલા અને કલાકાર,પારસમણીના સ્પર્શે,[ગાંધી પ્રભાવિત વ્યક્તિઓનો ચરિત્રાત્મક પરિચય]મારા જીકાકા-મારું રાણપુર[અમૃતલાલ શેઠનું ચરિત્ર અને રાણપુરના સંસ્મરણો] ,અપંગ અવસ્થાના જીવન સંગ્રામની આનંદયાત્રા,૧૫ દિવસનો પ્રવાસ,જેવા અનેક પુસ્તકો લખ્યા છે લાભુબેન ગુજરાતી ઉપરાંત હિન્દી,મરાઠી,બંગાળી અને અંગ્રેજી પર પણ સારી પકડ ધરાવતા હતા.મૌલિક લેખનની સાથે લાભુબેન મહેતાએ સુંદર અનુવાદો પણ કર્યા છે તેમનું "કલા અને કલાકાર"પુસ્તક સાક્ષાત્કાર સ્વરૂપનું છે અને ઇન્ટવ્યું કેમ લેવાય?તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ગાંધીયુગીન આ સાહિત્યકાર પર મહાત્મા ગાંધીની પ્રબળ અસર હતી આઝાદીના સંગ્રામમાં ગાંધી માર્ગે જેલવાસ પણ ભોગવ્યો હતો.પ્રવાસના શોખીન લાભુબેન મહેતાનું ૧૯૯૪માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
૧૭ ડિસે.માટે
લાભુબેન મહેતા [૧૯૧૫-૧૯૯૪]
ગુજરાતી પત્રકારત્વના સિંહ અમૃતલાલ શેઠના પુત્રી અને જાણીતા સાહિત્યકાર મોહનલાલ મહેતા "સોપાન"ના પત્ની હોવા છતાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકેલા લાભુબેન મહેતાનો આજે જન્મદિન છે.તેમનો જન્મ લખતરમાં થયો હતો.અમૃતલાલના પુત્રી હોવાથી ધરમાં રાષ્ટ્રવાદી વાતાવરણ અને વિદ્યાનો વારસો તો મળવાનો જ હતો.મોહનલાલ મહેતા-સોપાન સાથે લગ્ન પછી તેમાં અભિવૃદ્ધિ થઇ હતી.તેમની મુખ્ય ઓળખ સાહિત્યકાર તરીકેની રહી છે.પહેલી કૃતિ શરદબાબુની "પથેર પાંચાલી"નો અનુવાદ હતો.લાભુબેને જય જવાહર,તુલસીના પાન,પ્રેમમૂર્તિ કસ્તુરબા,બંદી ,જીવન માંગલ્ય,સરદાર અને પંતજી,સંસાર માધુરી,આભ અને ધરતી,કવિવર ટાગોર,કલા અને કલાકાર,પારસમણીના સ્પર્શે,[ગાંધી પ્રભાવિત વ્યક્તિઓનો ચરિત્રાત્મક પરિચય]મારા જીકાકા-મારું રાણપુર[અમૃતલાલ શેઠનું ચરિત્ર અને રાણપુરના સંસ્મરણો] ,અપંગ અવસ્થાના જીવન સંગ્રામની આનંદયાત્રા,૧૫ દિવસનો પ્રવાસ,જેવા અનેક પુસ્તકો લખ્યા છે લાભુબેન ગુજરાતી ઉપરાંત હિન્દી,મરાઠી,બંગાળી અને અંગ્રેજી પર પણ સારી પકડ ધરાવતા હતા.મૌલિક લેખનની સાથે લાભુબેન મહેતાએ સુંદર અનુવાદો પણ કર્યા છે તેમનું "કલા અને કલાકાર"પુસ્તક સાક્ષાત્કાર સ્વરૂપનું છે અને ઇન્ટવ્યું કેમ લેવાય?તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ગાંધીયુગીન આ સાહિત્યકાર પર મહાત્મા ગાંધીની પ્રબળ અસર હતી આઝાદીના સંગ્રામમાં ગાંધી માર્ગે જેલવાસ પણ ભોગવ્યો હતો.પ્રવાસના શોખીન લાભુબેન મહેતાનું ૧૯૯૪માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,17 ડિસેમ્બર 2017,અમદાવાદ
Comments
Post a Comment