મુહમ્મદ બિન કાસિમ

મુહમ્મદ બિન કાસીમ (૬૯૫-૭૧૫)

હઝરત મહમદ પયગંબરના અવસાન પછી ભારતમાં આરબોના હુમલાઓ શરુ થયા તેમાં સૌથી પહેલો હુમલાખોર મુહમ્મદ બિન કાસીમ હતો તેનો જન્મ આજના દિવસે ઈ.સ ૬૯૫ના વર્ષે થયો હતો.મુળનામ  ઈમાદ-ઉદ-દીન મુહમ્મદ બિન કાસીમ બિન યુસુફ સકાફી અને જન્મ સ્થળ આજના સાઉદી અરેબિયાના તાઈફ ખાતે .તે ખલીફાનો ભત્રીજો અને જમાઈ પણ હતો.ઉમ્ય્યદ ખિલાફત વતી તેણે ઈ.સ ૭૧૧-૧૨ના વર્ષોમાં સિંધ પર આક્રમણોનું નેતૃત્વ લીધું ૬ હજાર સીરિયાઈ સૈનિકો સાથે તે પૂર્વ તરફ નીકળ્યો અને મકરાનથી નાની હોડીઓ દ્રારા આજના કરાંચી પાસેના દેબલ  બંદરે પહોચ્યો.સિંધના આ સૌથી મોટા બંદર અને રાજા દાહિરસેનના રાજ્યમાં હાહાકાર મચાવી દીધો.સુવર્ણનગરી મુલતાન અને અનેક ઠેકાણે અઢળક લુટફાટ કરી અને સેકડો નાગરીકો અને સૈનિકોને ગુલામ બનાવી ખલીફાને ભેટ મોકલાવી આપ્યા.તેની યોજના ઉત્તર ભારતના કનૌજ સુધીના પ્રદેશો જીતવાની હતી પણ તેમાં તેને બરકત ન મળી.કાસીમ ભારતમાં હતો ત્યારે જ તેના વતનમાં ખલીફા બદલાયા,નવા ખલીફાએ મુહમ્મદને પાછો બોલાવી લીધો તે જુના ખલીફાનો વફાદાર અને સગો હોવાથી અને ખાસ તો દાહીરસેનની  અપહૂત પુત્રીઓની ફરિયાદને આધારે કાસીમને બળદના ચામડામાં લપેટી દમ ઘોંટી મારી નાંખ્યો.તેના મૃત્યુ વિષે અનેક મતમતાંતરો છે છતાં તે માત્ર ૨૦ વર્ષની ઉમરે મૃત્યુ પામ્યો એટલું તો પાક્કું છે.મુહમ્મદ બિન કાસીમ સાથે સંકળાયેલા ઈતિહાસની ફલશ્રુતિ એટલી કે એ પછી ભારત અને આરબો વચ્ચે સાંસ્કૃતિક સંબધો શરુ થયા હતા. 
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩૧ ડીસે.૨૦૧૭, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ