માર્ક ટવેઈન
અમેંરીકી સાહિત્યના પિતા:માર્ક ટવેઇન [૧૮૩૫-૧૯૧૦]
"ડોકટર પાસે એક દર્દી આવ્યો ,દર્દીને જોઈ -તપાસી ડોકટરે તેને દવા તો આપી સાથે બે પુસ્તકોના નામ લખી આપ્યા અને કહ્યું આ બે પુસ્તકો તમે જરૂર વાંચજો તમારી તબિયત સુધરી જશે,દર્દીએ ચીઠ્ઠી વાંચી ,ફાડી કચરાટોપલીમાં ફેંકી દીધી અને કહ્યું તમે આ બે પુસ્તકોના નામ લખી આપ્યા છે તેનો લેખક માર્ક ટવેઇન હું પોતે છું." તેમનું મુળનામ સેમ્યુઅલ લેંગહોર્ન કલેમેંશ હતું.અમેરિકાના ફ્લોરીડામાં તેમનો જન્મ થયો હતો . કારકિર્દીના પ્રારંભે છાપખાનામાં અને પ્રકાશક તરીકે કામ કર્યું હતું.માર્ક ટવેઈને ઘણું લખ્યું છે. હાસ્યકાર તરીકે તેમના જેટલી ચાહના બહુ ઓછા હાસ્યકારો પામી શક્યા છે. ગીલ્ડેડ એઈઝ,ફોલોવિંગ દિ ઇક્વેટર,દિ મિસ્ટરેયસ સ્ટ્રેન્જર,લેટર્સ ફ્રોમ દિ અર્થ,દિ અમેરિકન કલાયમેન્ટ, "એડવેન્ચર ઓવ હકલબરી ફીન "અને એડવેન્ચર ઓવ ટોમસોયર"તેમના પુસ્તકો છે જેમાં "એડવેન્ચર ઓવ ટોમ સોયર "અને "એડવેન્ચર ઓવ હકલબરીફીન "વિશ્વ પસિદ્ધ પુસ્તકો છે .તેમની કેટલીક વિચારકણિકાઓ :જો તમે સાચું બોલો તો તમારે કશું યાદ રાખવાની જરૂર નથી","જયારે તમે પોતાની જાતને બહુમતી લોકોમાં જુઓ ત્યારે સમજવું કે મારે અહી રોકાઈ વિચારવાનો સમય પાકી ગયો છે.","કશું જ કાયમી હોતું નથી બધું સતત બદલાતું રહેવાનું છે."ટવેઇન એક લેખકમાં જરૂરી ગણાય તેવા સામ્રાજ્યવાદના વિરોધી અને માનવ અધિકારોના તરફદાર હતા.ઓક્સફર્ડ યુનિ.એ તેમને ડી.લિટ્ટની માનદ પદવી આપી બહુમાન કર્યું હતું.લેખક,હાસ્યકાર ,વક્તા,પ્રયોજક અને પ્રકાશક માર્ક ટ્વેઇનનું ૨૧ એપ્રિલ ૧૯૧૦ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:30 નવે.2017,દિવ્ય ભાસ્કર, અમદાવાદ
Comments
Post a Comment