ધનસુખલાલ મહેતા
૨૦ ઓકટો.માટે
હાસ્યકાર:ધનસુખલાલ મહેતા [૧૮૯૦-૧૯૭૪]
માનસિક રીતે અસ્વસ્થ પત્નીને તેમના પતિ દરરોજ દવાખાનામાં ટીફીન આપવા જાય ,મિત્રો મજાકમાં કહે આ તમે રોજ ટીફીન આપવા જાવ છો પણ તમારા પત્ની તમને ઓળખે છે ખરા?પતિ ઉવાચ :વાડકાનો સીધો ઘા કરે અને સીધું મને જ વાગે આ બધું ઓળખાણ વગર થતું હશે ?આ હાસ્યકાર એટલે ધનસુખલાલ મહેતા ઉર્ફે ધત્તુંભાઈ.વઢવાણમાં જન્મેલા ધનસુખલાલ સગાઇમાં રણજીતરામ મહેતાના ભાણેજ થતા હતા.તેમણે ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગમાં એલ.ઈ.ઈનો ડીપ્લોમાં કર્યો હતો અને સિંધિયા નેવિગેશન કંપનીમાં મુંબઈમાં નોકરી પણ કરી હતી.તેમનું મુખ્ય કામ હાસ્યલેખન ,વાર્તા,નાટ્ય લેખન,સંપાદક અને અનુવાદક તરીકે છે.હું સરલા અને મિત્ર મંડળ,અમે બધા,[જ્યોતીન્દ્ર દવે સાથે],આથમતે અજવાળે,અતીતને ઉલેચું છું,ભૂતના ભડકા,વાર્તા વિહાર,સાસુજી,છેલ્લો ફાલ,અમારો સંસાર,ભૂતના પગલા,ડોકટર જમાઈ,ફુરસદના ફટાકા ,આરામ ખુરશીએથી ,બિન ધંધાદારી રંગભૂમિનો ઈતિહાસ,નાટ્ય વિવેક,હાસ્યકથા મંજરી,હાસ્ય વિહાર,વિનોદવિહાર, વગેરે તેમના સાહિત્ય સર્જનના નમૂનાઓ છે.તો ડિટેકટીવ બહાદુર શેરલોક હોબ્સ તેમનું અનુવાદિત પુસ્તક છે .અમે બધા ગુજરાતી હાસ્ય સાહિત્યની શ્રેષ્ઠતમ હાસ્યનવલ છે.ગુજરાતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં માતબર પ્રદાન કરનાર ધનસુખલાલનું રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રકથી બહુમાન થયું હતું.તેમનું તારીખ ૨૯ ઓગસ્ટ ૧૯૭૪ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૦ ઓક્ટોબર,૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment