ન્યાયધીશ ચાગલા
ન્યાયમૂર્તિ:મહમદ કરીમ ચાગલા [૧૯૦૦-૧૯૮૧]
એમ.સી.ચાગલા તરીકે પસિદ્ધ થયેલા મહમદ કરીમ ચાગલાનો ૩૦ સપ્ટે.ના રોજ જન્મદિવસ છે.પિતાના હુલામણા નામ ચાગલાને તેમને અટક તરીકે ધારણ કર્યું હતું.પાંચ બર્ષની ઉંમરે માતા ગુમાવનાર ચાગલાનું શિક્ષણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ અને કોલેજમાં થયું હતું.૧૯૧૯માં ઇન્ટર પાસ કરી ઓક્સફર્ડ યુનિ.ની એલ્યુમિની ઓફ લિંકન કોલેજમાં પ્રવેશ્યા ૧૯૨૨માં બેરિસ્ટર થઇ ભારત આવી વકીલાત શરુ કરી.૧૯૨૮ માં સાયમન કમિશનના વિરોધમાં જોડાયા .આ ગાળામાં ઝીણા-આંબેડકરનો નજીકથી પરિચય થયો.મીરત કાવતરા કેસ પછી તેઓ વકીલ તરીકે પસિદ્ધ થયા હતા વચ્ચે મુસ્લિમ લીગમાં જોડાયા પણ લીગના આક્રમક અને ઝીણાની પાકિસ્તાનની માંગને કારણે તેનાથી છુટા પડ્યા.તેમણે ૧૯૩૨ના કોમી ચુકાદાનો પણ વિરોધ કર્યો હતો.૧૯૪૮ માં તેઓ મુંબઈ હાઈકોર્ટના ન્યાયધીશ બન્યા.તે પદ પર દસ વર્ષ રહ્યા.તે પછી મુંબઈ યુનિ.ના કુલપતિ અને મહારાષ્ટ્રના કાર્યવાહક રાજ્યપાલ અને હેગની આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયધીશ પણ બન્યા હતા.ન્યાયમૂર્તિ ચાગલા હરિદાસ મુદ્રા કૌભાંડ કેસથી ખાસ પ્રકાશમાં આવ્યા હતા.તપાસ પંચના ચેરમેન તરીકે તેમણે એક મહિનામાં રીપોર્ટ આપ્યો પરિણામે નાણામંત્રી ટી.ટી.કૃષ્ણમાચારીએ પ્રધાનપદુ ગુમાવવું પડ્યું હતું.ચાગલા અમેરિકા,ક્યુબા,અને મેક્સિકોના એલચી અને ભારતના શિક્ષણમંત્રી પણ રહ્યા હતા.ઉચ્ચ હોદ્દા પર રહેવા માટે કદી વૈચારિક બાંધછોડ કરી ન હતી.મુસ્લિમ રૂઢિચુસ્તતાના પણ તેઓ કડક ટીકાકાર રહ્યા હતા.એમ.સી.ચાગલાએ "રોઝીસ ઇન ડીસેમ્બર"નામથી આત્મકથા અને "લો,લીબર્ટી એન્ડ લાઈફ "તથા"એન એમ્બેસેડર સ્પીક"[એલચી તરીકેના વક્તવ્યો] જેવા પુસ્તકો લખ્યા છે.૯ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ તેમનું અવસાન થયું તેમની ઈચ્છા દફનવિધિને બદલે અગ્નિસંસ્કારની હતી અને તેમ જ થયું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩૦ સપ્ટે.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment