જયશંકર સુંદરી

જયશંકર સુંદરી (૧૮૮૯-૧૯૭૫)

આજે  ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધીનો નિવૉણ દિવસ અને ગુજરાતી રંગભૂમિના ઊંચા ગજાના અભિનેતા શ્રી જયશંકર સુંદરીનો જન્મદિવસ.નાટકોમાં સ્ત્રીઓ  ઓછો અભિનય કરી શક્તી હતી તે જમાનામાં જયશંકર ભોજક એવું તો સ્ત્રી પાત્ર ભજવતા કે તેમના નામ સાથે સુંદરી નામ પણ રૂઢ થઈ ગયું.વિસનગરમાં જન્મેલા જયશંકરે નાટકોમાં કામ કરવાની પ્રેરણા નાટક મંડળીના જાહેરાતોનાં બોડૅ અને બહુરૂપીનાં વેશમાથી પ્રાપ્ત કરી હતી.૧૮૯૮મા કલકત્તા ગયા, ઉર્દુ શીખ્યા, અભિનય શીખવા માલિક ,મેનેજરનાં હાથનો માર  પણ ખાધો.એકવાર બંગાળી નાટકમાં નાયિકાની ગેરહાજરીમાં નાયિકાનું પાત્ર અદા કર્યું અને જયશંકર ભોજકની જયશંકર સુંદરી બનવાની યાત્રા શરૂ થઈ. આમ કલકત્તા તેમની કારકિર્દી માટે પ્રયોગશાળા બન્યું.સિતમગર નાટકને પોતાની અભિનય કારકિર્દીનું શ્રેષ્ઠ નાટક માનતા જયશંકર ભોજકને "સુંદરી"ઉપનામ સોભાગ્ય સુંદરી નાટક પછી મળ્યું. હતું.સન ૧૯૦૦ની સાલમાં જયશંકર મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા મુંબઈ જતાં પહેલાં તેમના માતાએ ખાવા-પીવા અને રહેવાનું શેઠીયા સાથે હોય તો જ નાટક મંડળીમાં જોડાવાની શરત મુકી હતી. તે પછી વિવિધ નાટકમંડળીઓમાં જુગલકિશોરી,દેવકન્યા,જુગલજુગારી, સ્વામિભકત જેવા અનેક સફળ નાટકો કર્યાં.જયશંકર રોજ એક કલાક તરતા,છ માઈલ ચાલતા, સરસ્વતીચંદ્ર જેવી મહાનવલ સાત વખત વાંચી હતી.તેઓ પત્નીને પોતાની નાટયગુરૂ માનતા અને પાન વગર ચાલતું નહીં વગેરે તેમની વ્યક્તિગત બાબતો હતી. નાટક પહેલા અડધો કલાક પહેલા તૈયાર થઈ એકાંત જગ્યાએ સંવાદો મમળાવવા  તેમની ટેવ હતી.જીવનના અંતિમ વર્ષોમાં તેઓ નાટયવિધૉમંદિર સંસ્થા સાથે જોડાયા હતા ગુજરાત રંગભૂમિના ઉતરતા સ્તર વિશે પણ તેઓ સતત ચિંતિત રહેતા હતા.જયશંકર સુંદરીએ "થોડા આંસુ થોડા ફૂલ" શીષૅકથી લખેલી આત્મકથા ગુજરાતી નાટકોનો ઇતિહાસ જાણવા માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે.લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીની અસર નીચે રહેલા સુંદરીના જીવનમાં નાટક,, રાજકારણ અને ભગવતભજન એ ત્રણ આકષૅણો હતાં.૨૨ જાન્યુઆરી ૧૯૭૫નાં રોજ વિસનગર ખાતે તેમનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,30 જાન્યુ.2018,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ