વાલચંદ હીરાચંદ
પ્રયોજક :વાલચંદ હીરાચંદ [૧૮૮૨-૧૯૫૩]
હમણા એક રમુજ પ્રચલિત થઇ છે કે "ચંદ્ર પર ચાહે કોઈ પણ દેશનો નાગરિક પગ મુકે પણ ત્યાં પહેલી દુકાન તો ગુજરાતીની જ હશે! "આ બાબત ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતાને લઇ કહેવાઈ છે આવા એક પ્રયોજક[Entrepreneur]વાલચંદ હીરાચંદનો આજે જન્મદિન છે.વાંકાનેરમાં જૈન પરિવારમાં જન્મેલા વાલચંદમાં વ્યાપારી સંસ્કારો જન્મજાત હતા.તેઓ ગુજરાતી પણ તેમના પૂર્વજો ધંધા-રોજગાર અર્થે મહારાષ્ટ્રના સોલાપુરમાં વસ્યા હતા.તેમના કુટુંબનો વારસાગત ધંધો શરાફી,સુતર-કાપડની દલાલી અને વ્યાપાર હતો આવા પરિવારના વાલચંદ હીરાચંદે ૧૮૯૯માં મેટ્રિક અને મુંબઈ યુનિ.માંથી ઈતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ કર્યું હતું.તેઓ ટેકીલા,નીડર અને કેટલેક અંશે આક્રમક સ્વભાવના હતા.સરળ કામો કરવાને બદલે સાહસિક કામોમાં તેમને વધુ રસ પડતો .જે તેમણે પોતાની પ્રયોજન શક્તિ દ્રારા ચરિતાર્થ કર્યું.અભ્યાસ પછી વ્યાપારમાં જોતરાયેલા વાલચંદએ પારિવારિક ધંધામાંથી ફંટાઈ રેલ્વે બાંધકામ,શિપીંગ ,ખાંડ ઉદ્યોગ,[૧૯૩૮]ઓટોમોબાઈલ ,[૧૯૪૪]હવાઈ જહાજ ઉદ્યોગ[૧૯૪૦] જેવા તદ્દન નવા વ્યવસાયોમાં ઝંપલાવ્યું અને સફળતા હાંસલ કરી તેમની આ સફળતા વ્યાપારીની નહિ એક પ્રયોજકની હતી .વાલચંદ હીરાચંદે જીવનમાં ઘણા ચડાવ ઉતાર જોયા પણ તેઓ પાસે આત્મશ્રદ્ધા અને દેશપ્રેમ હતા.પરાધીન ભારતમાં ,ભારતને ઔધોગિક નકશા પર મૂકી આપનાર વાલચંદ હીરાચંદનું ૮ અપ્રિલ ૧૯૫૩ના રોજ અવસાન થયું હતું.મહારાષ્ટ્રનું રાવલગાવ તેમના નામથી વાલચંદનગર તરીકે પસિદ્ધ થયું છે.
આજે ગુજરાત યુનિ.નો પણ સ્થાપના દિવસ (૧૯૪૯)છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,23 નવે. 2017,અમદાવાદ
Comments
Post a Comment