રમેશચદ્ર દત્ત


                                       ૧૪ ઓગસ્ટ માટે

                                      આર્થિક રાષ્ટ્રવાદી:
                         રોમેશચદ્ર દત્ત (૧૪૪૮-૧૯૦૯)
         ૧૯માં સૈકામાં બ્રિટીશ સંસ્થાનવાદને  વૈચારિક રીતે પડકાર આપવામાં દાદાભાઈ નવરોજી ,મહાદેવ ગોવિંદ રાનડે અને રોમેશચંદ્ર દત્ત મુખ્ય હતા .
     કલકત્તામાં જન્મેલા દત્તનું કુટુંબ બંગાળમાં પાશ્ચત્ય શિક્ષણ અને સંસ્કાર પામેલા કુટુંબોમાં અગ્રેસર ગણાતું હતું તેમના વડદાદા નીલમણી દત્ત છેક ૧૮મી સદીમાં અગ્રેજી શિક્ષણની તરફદારી કરનારા હિંદી આગેવાન તરીકે જાણીતા બન્યા હતા પિતા ઈશાનચંદ્ર દત્ત બંગાળના ઉપ કલેકટર તરીકે  નિયુક્ત થનારા હિંદીઓ પૈકીના એક હતા હતા તો બંગાળના વિખ્યાત કવિ તોરુદત્ત તેમના પિતરાઈ હતા આવો પારિવારિક વારસો ધરાવતા દત્ત ૨૦ વર્ષની ઉંમરે આઈ.સી.એસની  પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા .
ત્યાં જે.એસ .મિલ, ડિકન્સના પ્રભાવમાં ઉદારવાદી  અને તર્કબુદ્ધિવાદી વિચારર્દર્શનની પ્રેરણા મળી હતી .દત્તે આઈ .સી .એસની પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરી હતી તે પછી તેઓ બંગાળના ૨૪ પરગણાના નાયબ ન્યાયધીશ બન્યા હતા.સરકારી ભેદભાવને કારણે ૧૮૯૭માં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું . સુપસિદ્ધ સાહિત્યકાર બંકિમચંદ્રની સલાહથી બંગાળીમાં લખવાની શરુઆત કરી હતી. દુર્ગેશનંદીની ,બંગવિજેતા ,માધવીકંકાના ,મહારાષ્ટ્ર જીવનપ્રભાત ,રાજ્પુત જીવન સંધ્યા જેવા સર્જનાત્મક  ગ્રંથો લખ્યા છે .પોતે બંગાળી,સંસ્કૃત અને અંગ્રેજીના વિદ્વાન હતા ,ઋગ્વેદ ,મહાભારત અને રામાયણ જેવા પ્રાચીન ગ્રંથોનું તેમણે બંગાળીમાં ભાષાંતર પણ કર્યું છે .
      ૧૮૯૩માં બંગીય સાહિત્ય સ્થાપના પણ કરી હતી મૌલિક ગ્રંથો ઉપરાંત તેમણે  પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ અને "england and india"(1897)જેવું પુસ્તક પણ લખ્યું છે .તત્કાલીન રાજકારણમાં તેમની છબી વિનીતવાદી કોંગ્રેસી તરીકેની હતી .૧૮૯૯માં લખનૌ કોંગ્રેસ અધિવેશનમાં તેઓ પ્રમુખ બન્યા હતા.
       બે ભાગમાં લખાયેલો "ભારતનો આર્થિક ઈતિહાસ "નામનો (૧૯૦૨ અને ૧૯૦૪)ભારતના આર્થિક ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગ્રંથ છે  ભારતીય ઈતિહાસના આર્થિક પાસાંને અભ્યાસના અલગ ક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત કરનાર તેઓ હતા ભારતીય અર્થતંત્ર અને અર્થવ્યવસ્થામાં સુધારણા માટે તેમણે રજુ કરેલા મુદ્દાઓ આજે પણ પ્રાસંગિક છે .તેમનો આ ગ્રંથ ભારતીય અર્થવ્યવસ્થાને લગતી મૂળભૂત જાણકારી માટે આધારભૂત ગ્રંથ છે જેમાં તેમણે સંસ્થાનવાદ ,મૂડીવાદ અને સામ્રાજ્યવાદની  આકરી ટીકા કરી છે તેઓ સંકુચિત અને પ્રાદેશિક ભાવનાઓથી પર હતા . ભારતમાં દુષ્કાળ વિશે પણ તેમણે નોંધપાત્ર સંશોધન કર્યુ છે.
                      દત્ત ૧૯૦૪માં વડોદરામાં મહેસુલ સચિવ તરીકે જોડાયા હતા. આશરે ત્રણેક વર્ષની તેમની આ કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યની મહેસુલી પધ્ધતીને વ્યવસ્થિત કરી ખેડૂતો પર કર્જ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો .નવી મિલો,કારખાના સ્થાપવાનો ઉદ્યમ પણ કર્યો હતો વાસ્તવમાં વડોદરા રાજ્યને આધુનિક બનાવવામાં તેમનો નોંધપત્ર ફાળો હતો .
ભારતના મહાન વિચારક ,સાહિત્યકાર,ઇતિહાસકાર અને પ્રથમ પંક્તિના રાષ્ટ્રવાદી  આર .સી .દત્તનુ ૧૯૦૯માં ૬૧ વર્ષની  ઉંમરે અવસાન થયું હતું .
                                  અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ ઓગસ્ટ,૨૦૧૭, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ