મહાદેવી વર્મા
આધુનિક કાળનાં મીરાં:
મહાદેવી વર્મા (૧૯૦૭..૧૯૮૭)
"હિન્દી ભાષા કે સાથ હમારી અસ્મિતા જુડી હુઈ હૈ, હમારે દેશ કી સંસ્કૃતિ ઔર રાષ્ટ્રીય એકતા કી હિન્દી ભાષા સંવાહિકા હૈ."
હિન્દી માટે આટલું સન્માન ધરાવનાર મહાદેવી વર્માનો આજે જન્મદિવસ છે. તે દિવસે હોળી હતી.ફરુખાબાદમાં જન્મેલા મહાદેવીના પરિવારમાં બસો વર્ષથી કોઈ દીકરી જન્મી ન હતી. અત્યંત લાડકોડમાં ઉછરેલા મહાદેવી વર્મા જબલપુર થી સ્નાતક અને અલ્હાબાદથી અનુસ્નાતક થયાં હતાં.
વિધાથીવસ્થામાં કવિતા લખવી શરૂ કરી, આવી એક સ્પર્ધામાં ઈનામમાં ચાંદીનો કટોરો પ્રાપ્ત થયેલો જે મહાત્મા ગાંધીને ભેટ આપી દીધેલો. તેઓ મરાઠી મિશ્રિત હિન્દી બોલતાં અને આઝાદીની લડતોમાં કાવ્યપાઠ પણ કરતાં.
મહાદેવીનો સમાવેશ હિન્દીના ચાર પ્રમુખ છાયાવાદી કવિઓમાં થાય છે. તેમણે નૌહાર, રશ્મિ, નીરજા, સાંધ્ય ગીત, દીપશીખા, યામાં, સપ્તપૂર્ણા, અતીત કે ચલચિત્ર ઝડપી સ્મૃતિ કી રેખાયે, સ્મારિકા, દ્રષ્ટિબોધ,નિલાંબરા, આત્મિકા, વિવેચનાત્મક ગદ્ય, ક્ષણદા જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમની કવિતામાં ભાવ, રસયોજના, પ્રકૃતિ નિરૂપણ મુખ્ય વિષયવસ્તુ રહ્યું છે. અલ્હાબાદમાં પ્રયાગ વિદ્યાપીઠ અને રંગવાણી નાટ્ય સંસ્થા મહાદેવીના સર્જનો હતાં. ચાંદ અને સાહિત્યકાર જેવાં સામયિકનું તેઓએ સંપાદન પણ કર્યું હતું.
" સાહિત્ય સામ્રાજ્ઞી", "શારદાની પ્રતિમા" જેવાં વિશેષણો પણ તેમનાં માટે પ્રયોજાયા છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય, પદ્મભૂષણ, ડી. લિટ્ટ અને જ્ઞાનપીઠ પુરસ્કાર મહાદેવી વર્માને મળેલાં સન્માનો છે.
નિર્ભીક અને સ્વમાની જીવન જીવનાર મહાદેવી વર્માનું ૧૧ સપ્ટે.૧૯૮૭ ના રોજ અવસાન થયું હતું. તેમની એક કાવ્યપંક્તિ દ્વારા તેમનો કવયિત્રી મિજાજ જોઇએ:
" મેરી આહે સોતી હૈ ઈન આૈઠો કી સૌટો મૈ,
મેરા સર્વસ્વ છીપા હૈ ઈન દીવાની ચૌટો મૈ"
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૬ માર્ચ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment