Ravindra jain

વિકલાંગતા પર વિજય:
રવિન્દ્ર જૈન(૧૯૪૪...૨૦૧૫)

     આજે ગીતકાર-સંગીતકાર રવિન્દ્ર જૈનનો આજે તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે માતા-પિતાના  સાત સંતાનો પૈકી ત્રીજા સંતાન તરીકે જન્મેલા રવિન્દ્ર જન્મજાત નેત્રહીન હતાં પણ શારીરિક નબળાઈને પોતાના પર હાવી થવા દીધી ન હતી.
     નાનપણમાં જૈન સંતોના સાનિધ્યમાં ભજન ગાતાં ગાતાં સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત કર્યું. ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી જમાવતા પહેલા રવિન્દ્ર ભજનો ગાતા.
     "સૌદાગર"ફિલ્મથી કારકિર્દી શરૂ કરી. પછી તો નામ સાંભળવાથી જ આનંદ થાય તેવા "ગીત ગાતાં ચલ ઓ સાથી ગુનગુનાતા ચલ","લે જાયેંગે લે જાયેંગે દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે", "ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએ","એક રાધા એક મીરા", "અખિયો કે ઝરૂખે સે મૈને જો દેખા સાંવરે", "શ્યામ તેરી બંશી પુકારે રાધા નામ" અને" સુન સાયબા સુન " જેવાં  અનેક ગીતો માટે સંગીત આપ્યું.
      "રામ તેરી ગંગા મૈલી" ફિલ્મ માટે રવિન્દ્ર જૈનને સંગીતનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ઉપરાંત રામાનંદ સાગરની "રામાયણ"જેવી અનેક ધાર્મિક શ્રેણીઓ અને હિન્દી સિવાય તેઓએ હરિયાણવી, ભોજપુરી,બંગાળી, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.
        આ પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર ગાયક યેસુદાસના સ્વરથી એટલાં તો પ્રભાવિત હતાં કે જો પોતે દેખતા થાય તો સૌથી પહેલા યેસુદાસને જોવાની મહેચ્છા કરી હતી.   
        પદ્મશ્રીથી સન્માનિત  રવિન્દ્ર જૈનનું ૯ ઓકટો.૨૦૧૫ ના રોજ અવસાન થયું હતું. તેમનું જીવન વાસ્તવમાં "વિકલાંગતા પરનો વિજય "હતો.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ