રખાલદાસ બેનરજી


                    પુરાતત્ત્વશાસ્ત્રી :
     શ્રી રખાલદાસ બેનરજી (૧૮૮૫..૧૯૩૦)
હડપ્પા અને મોહેન્જો ડેરો સંસ્કૃતિ સાથે અનિવાર્યપણે જોડાયેલું એક નામ  એટલે શ્રી રખાલદાસ બેનરજી. આજે તેમનો જન્મદિવસ છે.
     બંગાળના મૂર્સિદાબાદમાં જન્મેલાં રખાલદાસની ઇતિહાસ અને પુરાતત્વ પ્રત્યેની અભિરુચિ પંડિત હરપ્રસાદ શાસ્ત્રી, રામેન્દ્ર સુંદર ત્રિપાઠી અને પુરાતત્વ અધિક્ષક ડો. બ્લોખના માર્ગદર્શન અને નિશ્રામાં ઊગી અને પાંગરી હતી. ડો. બ્લોખ સાથે તેઓએ અવૈતનિક અન્વેશ્નો અને ઉત્ખનનો દ્વારા પુરાતત્વીય કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો.
       ૧૯૦૭ માં સ્નાતક થઇ લખનૌમાં સુચિપત્ર બનાવવાનું શરૂ કર્યું.૧૯૧૦ માં  એમ. એ થયા.૧૯૧૭ માં પૂનામાં પુરાતત્વ સર્વેક્ષણમાં પશ્રિમ મંડળના અધિક્ષક તરીકે નિમાયા.૬ વર્ષ સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, સિંઘ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગુપ્તકાલીન મંદિરો,સ્મારકો અને બૌદ્ધ સ્તૂપો વિશે ઉત્ખનનો દ્વારા ભારતીય સાંસ્કૃતિક વારસાને ક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન આપ્યું.
         બૌદ્ધ સ્તૂપના સંશોધન દરમિયાન જ રખાલદાસ બેનરજી એ મોહેંજો ડેરો શોધ્યું. મોહેંજો ડેરો ઉત્ખનનનો પહેલો રિપોર્ટ ૧૯૨૦ માં બેનરજી દ્વારા તૈયાર થયો હતો. આ શોધકાયૅ તેમણે ૫ તબક્કામાં ૧૯૧૮ થી૧૯૨૨ દરમિયાન કર્યું હતું. પરંતુ સંશોધન અહેવાલ પોતાના નામે પ્રકાશિત નહીં થવાનો  રખાલદાસને ઘણો રંજ હતો. જે પશ્રીમી જ્ઞાનવિદ્યાની સર્વોપરિતાનો વરવો નમુનો હતો.
         પુરાતત્વીય સંશોધનોના બળે દેશની પ્રતિષ્ઠત બનારસ હિન્દુ યુનિ. માં ઇતિહાસના પ્રોફેસર તરીકે નિમાયા.રખાલદાસે "The palls of bengal","brass relivvers of badami" ,"shiv temple of Bhumara", "history of Orissa","the age of imperial Gupta's","estern school of medivel sclupture","pre historic ancient and hindu india","the origin of bengali script "જેવાં શુદ્ધ સંશોધન ગ્રંથો ઉપરાંત બંગાળીમાં નવલકથાઓ પણ લખી છે.
           રખાલદાસના કામનું મૂલ્યાંકન પી.કે.મિશ્રાએ"Rakhaldas Benarjee: the Forgotten Archaeologist" અને યામા પાંડેએ "The Life and work of Rakhaldas Benarjee"નામનાં ગ્રંથોમાં કર્યું છે.
          રખાલદાસ બેનરજી ૨૩ મે ૧૯૩૦ ના રોજ ૪૫ વર્ષની વયે ગરીબાઈમાં અવસાન પામ્યાં હતાં.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૨ એપ્રિલ,૨૦૧૮,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ