રાહુલ સાકુંત્યાન

રાહુલ સાકૃત્યાયન (૧૮૯૩..૧૯૬૩)

      એક રાષ્ટ્રભાષાના પ્રબળ સમર્થક અને રાષ્ટ્રભાષા વિના રાષ્ટ્ર મુંગુ છે તેવો વિચાર રજૂ કરનાર રાહુલ સાકૃત્યાંયનનો આજે જન્મદિવસ છે.
      જન્મ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના પંદહા ગામે અને બચપણનું નામ કેદારનાથ પાંડેય હતું. રાહુલજીની બાળવયે જ માતાનું અવસાન થયું હતું. પિતાએ બાળલગ્ન કરાવ્યાં તેની પ્રતિક્રિયારૂપે ગૃહત્યાગ કરી સાધુ બની ગયા.ભારતભ્રમણ શરૂં કર્યું. જ્યાં ગયા ત્યાંની ભાષા.. બોલી શીખ્યા.૧૯૩૦ માં શ્રીલંકા ગયા અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. રામોદર સ્વામીએ રાહુલ સાકૃત્યાંયન નવું નામ આપ્યું.
         રખડપટ્ટીવાળો સ્વભાવ માંનવમુકિતનું. સાધન અને સ્વક્ષિતિજ પણ વિસ્તારે છે તેવી પ્રબળ માન્યતા ધરાવતાં રાહુલજીએ  દેશ.. વિદેશમાં વ્યાપક પ્રવાસો કર્યા, રશિયાના લેનિનગાર્ડમાં તો શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી. સામ્યવાદના પ્રભાવમાં પણ આવ્યાં હતાં. ભારતભ્રમણ દરમિયાન મંદિરોમાં બલિપ્રથાનો
ઉગ્ર વિરોધ કર્યો હતો. કિસાન પ્રવુતિ અને જનસંઘર્ષો માં પણ સક્રિય ભાગ લીધો હતો.
        અનેક ભાષાઓ જાણતા રાહુલજી એ" વોલ્ગા સે ગંગા"," મેરી જીવનયાત્રા", "ધુમ્મકડશાસ્ત્ર"," વૈજ્ઞાનિક ભૌત્તિકવાદ","દર્શન.. દિગ્દર્શન "જેવાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમાં વોલ્ગા સે ગંગા ઘણું પસિધ્ધ થયું છે.
          હિમાલયને પુષ્કળ ચાહતા અને બહુમુખી પ્રતિભાના માલિક રાહુલ સાકૃત્યાયનનું ૧૪ એપ્રિલ ૧૯૬૩ ના રોજ. દાર્જિલિંગમાં અવસાન થયું . તેમનું પદ્મભૂષણથી સન્માન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૯ એપ્રિલ,૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ