પંડીતા રમાબાઈ


           પંડિતા રમાબાઈ (૧૮૫૮-૧૯૨૨)

       "વિશ્વ એ વિશાળ મંચ છે અને આપણે તેના પરના કલાકારો માત્ર છીએ "કહેનાર મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપીયરનો આજે જન્મ અને નિર્વાણદિન પણ છે.આજ દિવસે ૧૮૫૮ના વર્ષે પંડિતા રમાબાઈનો પણ જન્મ થયો હતો.
        મૈસુરમાં સ્ત્રી શિક્ષણના હિમાયતી અને પ્રકાંડ પંડિત પિતાને ત્યાં રમાબાઈ જન્મ્યા હતા.પિતા મહેમાનગતિ અને ધર્માદા પ્રવુંતિના અતિરેકમાં નિર્ધન થઇ ગયા અને ગામોગામ કથા-વાર્તાઓ દ્રારા ગુજરાન ચલાવવાનો વખત આવ્યો.પિતા પાસેથી જ સંસ્કૃતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ૧૨ વર્ષની ઉમરે તો ૨૦ હજાર શ્લોક કંઠસ્થ કર્યા હતા.
         ૧૮૭૭ના ભીષણ દુષ્કાળમાં માતા-પિતાનું અવસાન થતા રમાબાઈ ભાંડુઓ સાથે રસ્તા પર આવી ગયા .પ્રતિકુળ પરિસ્થિતિઓમાં  સાહસ સાથે સંઘર્ષ કરતા પગપાળા ૪૦૦ માંઈલનો પ્રવાસ કરી બંગાળ પહોચ્યા. સ્ત્રી શિક્ષણ ,બાળલગ્નનિષેધ અને વિધવા પુન:લગ્ન વિષે તેમણે વ્યક્ત કરેલા વિચારો બંગાળી સમાંજે વધાવી લીધા હતા .ત્યાં જ આંતરજાતિય લગ્ન કરી સમાજ સુધારાનો જડબેસલાક દાખલો બેસાડ્યો. 
            ૧૮૮૩મા ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ અને પછી અમેરિકા ગયા .ઇંગ્લેન્ડમાં ઈસાઈ ધર્મ સ્વીકાર્યો.અમરિકામાં તો તેમના નામથી રમાબાઈ એસોસીએશનની સ્થાપના થઇ હતી.
          ૧૮૮૯મા સ્વદેશ પરત ફર્યા. વિધવા મહિલાઓ માટે  મુંબઈમાં શારદા સદન અને કૃપા સદન જેવી સંસ્થાઓ ઉભી કરી.તે દ્રારા નિ :સહાય મહિલાઓને આત્મનિર્ભરતાના પાઠ ભણાવ્યા . "the high caste hindu woman"નામનું પુસ્તક પણ લખ્યું છે.
      તેમની સામાજિક અને શૈક્ષણિક પ્રવુતિઓની કદરરૂપે સરસ્વતી,પંડિતા,કૈસર-ઈ -હિન્દ અને શુક્રના તારાના એક ભાગનું નામ એમ વિવિધ રીતે સન્માન થયું છે.
      ૫ એપ્રિલ ૧૯૨૨ના રોજ પંડિતા  રમાબાઈનું અવસાન થયું હતું.
          બાલ્યવયમાં માતા-પિતાના અવસાન અને ભયંકર ગરીબીના સમયમાં તેમની ઉમરની કોઈ પણ કિશોરી  ભિક્ષુણી બનીને રહી જાય તેવા સંજોગોમાં સાહસ,આત્મવિશ્વાસ,ધૈર્ય અને સેવાભાવથી પંડિતા રમાબાઈએ કરેલી કામગીરીનો ભારતના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૩ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ