લેનિન


સામ્યવાદી ક્રાંતિકાર :લેનિન (૧૮૭૦-૧૯૨૪)

      હમણા ત્રિપુરામાં જેની પ્રતિમા તોડી પડાઈ અને ભગતસિંહના પણ જે આદર્શ હતા તે લેનિનનો આજે જન્મદિવસ છે.
      મુળનામ વ્લાદિમીર  ઈલિચ ઉલ્યાનોવ અને જન્મ રશિયાના સીમ્બસ્કમાં.તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા લેનિને ૧૮૯૧મા કાયદાની પદવી મેળવી હતી..આ દરમિયાન રશિયાના રાજાની હત્યાના કાવતરામાં તેના ભાઈને ફાંસી થતા લેનિન ક્રાંતિકારી બનવા તરફ વળ્યો.
        ૧૮૯૩મા સામ્યવાદી પક્ષમાં જોડાયો,૧૮૯૮મા રશિયામાં બોલ્શેવિક પક્ષની સ્થાપના કરી.તે દ્રારા તેનું સ્વપ્ન કાર્લ માર્ક્સના વિચારોની બુનિયાદ પર રશિયામાં સર્વહારા વર્ગની ક્રાંતિ સર્જવાનું હતું.તે માટે "ઇસ્ક્રા "(ચિનગારી)અને "પ્રવદા "(સત્ય)જેવા સામયિકો અને "state and revolution",what is to be done"જેવા પુસ્તકો લખ્યા .ક્રૂર અને અત્યાચારી રાજાશાહી સામે અહાલેક જગાવી .૧૯૧૭ના  એપ્રિલમાં તેને આપેલા તેજાબી ભાષણો આજે પણ "અપ્રિલ થિસીસ:તરીકે પસિદ્ધ છે .પ્રતિક્રિયા રૂપે ૧૮૯૫ થી ૧૮૯૭ દરમિયાન લેનિનને સાઈબેરીયાના રણમાં દેશનિકાલ કરવામાં આવ્યો.
      ઇલિચે૧૯૦૧મા લેનિન નામ ધારણ કર્યું.રશિયા પાછો ફરી ૧૯૦૫મા ક્રાંતિનો નિષ્ફળ પ્રયાસ કર્યો.જે ૭ નવે.૧૯૧૭ના રોજ સફળ થયો.મૂડીવાદને ઉખાડી સમાજવાદને સ્થાપવાના મનસુબા સાથે તે રશિયાનો પહેલો સામ્યવાદી પ્રમુખ બન્યો.
        કાર્લ માર્કસના સિદ્ધાંતોને વ્યવહારુ સ્વરૂપ પ્રદાન કરવા ,"એક દેશમાં સમાજવાદ"ના સૂત્ર અને  નવી આર્થિક નીતિ દ્રારા બે વિશ્વયુદ્ધો વચ્ચે યુરોપમાં સામ્યવાદની લહેર પ્રસરાવી.
        ૨૧ જાન્યુ .૧૯૨૪ના રોજ અવસાન પામનાર લેનિનના સિદ્ધાંતો "લેનિનવાદ" તરીકે જાણીતા છે.
         ૧૯૯૧મા સામ્યવાદી રશિયાના પતન પછી લેનિનવાદમાં પણ ઓટ આવી હતી.
અરુણ વાઘેલા 
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૨ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ