હીરાલાલ પારેખ
વિદ્યાપુરુષ :હીરાલાલ પારેખ (૧૮૮૨-૧૯૩૮)
સાહિત્ય,કેળવણી અને ઈતિહાસ એમ ત્રિવિધ ક્ષેત્રોમાં નમૂનારૂપ કામ કરનાર હીરાલાલ ત્રિભોવનદાસ પારેખનો આજે જન્મદિન છે.
સુરતમાં જન્મેલા હીરાલાલ પારેખે ઉમરેઠ,અમદાવાદ અને નાગપુરથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.નાગપુરથી તેઓ ઈતિહાસ અને ફારસી વિષય સાથે વિનયન સ્નાતક થયા હતા.
શ્રી પારેખે ગ્રંથ અને ગ્રંથકાર ,ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ (ત્રણ ભાગમાં),અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન (ત્રણ ભાગમાં),કાવ્ય ગુચ્છ ,પ્રભુ ભક્તિના કાવ્યો,દલપતરામ લિખિત હસ્ત લિખિત પુસ્તકોની સુચિ ,નરસિંહ મહેતાનું આખ્યાન,વસંત રજત મહોત્સવ ગ્રંથ,લેડી વિદ્યાબેન મણીમહોત્સવ ગ્રંથ,પહેલી અને બીજી પત્રકાર પરિષદનો રીપોર્ટ,અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી સ્મારક ગ્રંથ જેવા ઘણા પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા છે.
હીરાલાલ પારેખ ગુજરાત વર્નક્યુલાર સોસાયટી જેવી કેળવણી ની સસ્થા ઉપરાંત બીજી અનેક સંસ્થાઓ માં સક્રિય યોગદાન આપ્યું હતું.
તેમનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય તે તેઓએ ગુજરાત યુનિ,ની સ્થાપનામાં લીધેલી બૌદ્ધિક આગેવાની હતું,ગુજરાતમાં પોતાની યુનિ.હોવી જોઈએ અને ગુજરાતી ભાષામાં તેનું શિક્ષણ અપાવું જોઈએ તેવી સૌપ્રથમ રજૂઆત કરનાર હીરાલાલ પારેખ હતા .
ગુજરાત યુનિ.ની સ્થાપના પહેલા(૧૯૪૯)૧૯૩૮મા તેઓનું અવસાન થયું પરંતુ તેઓ ગુજરાત યુનિ.ના સ્વપ્નદ્રષ્ટ્રા હતા.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૭ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment