જગજીવનરામ


       બાબુજી: જગજીવનરામ (૧૯૦૮..૧૯૮૬)

                  આજે તારીખ ૫ એપ્રિલ .બુકર ટી વોશિંગ્ટન,થોમસ હોબ્સ, રફીક ઝકરીયા ,ગુજરાતી લઘુકથાકાર ઇજજતકુમાર ત્રિવેદી અને બાબુ જગજીવનરામનો જનમદિવસ.
જગુબાબુ તરીકે જાણીતા બંનેલાં જગજીવનરામ નો જન્મ બિહારના ભોજપુરના ચંદવા ગામે  થયો હતો. પિતા બ્રિટિશ લશ્કરમાં નોકરી કરતાં અને  શિવનારાયણી સંપ્રદાયના મહંત હતાં.
      " પ્રભુજી સંગતિ શરણ તિહારી,
         જગજીવનરામ મુરારી "
           જેવાં રોહીદાસના દોહામાંથી પ્રેરણા લઈ પુત્રનું નામ જગજીવન રાખ્યું.
        શાળામાં અભ્યાસ દરમિયાન પંડિત મદનમોહન માલવીય તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં આવવા જણાવ્યું. શાળામાં દલિત બાળકો માટે રખાતા પાણીના જુદાં માટલાને ફોડી નાખી પોતાનાં ક્રાંતિકારી સ્વભાવનો પરિચય આપ્યો હતો.
         જગજીવનરામ ૧૯૩૧ માં કલકત્તા યુનિ.થી સ્નાતક થયા. રોહીદાસ જયંતીની ઉજવણી દ્વારા નેતૃત્વની શરૂઆત કરી હતી.૧૯૩૭ માં બિહાર ધારાસભામાં ચુંટાયા. ઓલ ઇન્ડિયા ડિપ્રેસડ ક્લાસ લીગ જેવી સંસ્થાઓ દ્વારા દલિતો માટે મંદીરો અને સાર્વજનિક જળાશયો  ખુલ્લાં મૂકવાં આંદોલનો કર્યા. ૧૯૪૨ ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યો. તે પછી તેમની રાજકીય વિકાસયાત્રામાં ૧૯૪૬ માં વચગાળાની સરકારમાં સૈાથી યુવા પ્રધાન અને આઝાદી બાદ શ્રમ, રેલવે, ખેતી, સંરક્ષણ અને નાયબ વડાપ્રધાન સુધી રહી હતી.
          ૫૦ વર્ષની સંસદીય અને મંત્રી તરીકેની કામગીરી દરમિયાન સદીઓથી શોષિત,દલિત,મજૂર, અને ખેડૂતોના મૂળભૂત અધિકારો માટે બાબુજીએ કરેલાં કાનુની પ્રાવધાનો ઐતિહાસિક અને આજે પણ ભારતીય શ્રમ નીતિનો મૂળાધાર છે.
          ઇંદીરા ગાંધી સરકારમાં બીજાં નમ્બરના નેતા હોવા છતાં  ૧૯૭૫માં કટોકટીના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું. કટોકટી પછીની મોરારજી દેસાઇ સરકારમાં નાયબ વડાપ્રધાન બન્યાં હતાં.     
           જગજીવનરામનું ૬ જુલાઈ ૧૯૮૬ માં અવસાન થયું હતું. તેમનું સમાધિ સ્થળ" સમતા સ્થળ" અને તેમનો જન્મદિવસ "સમતા દિવસ "તરીકે ઓળખાય છે.
          લોકસભાના પહેલા મહિલા સ્પીકર મીરાંકુમાર તેમનાં પુત્રી છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૫ એપ્રિલ,૨૦૧૮,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ