નંદશંકર મહેતા
પ્રથમ નવલકથાકાર :નંદશંકર મહેતા (૧૮૩૫-૧૯૦૫)
ગુજરાતી ભાષામાં પહેલી નવલકથા લખનાર તરીકે પસિદ્ધ થયેલા નંદશંકર તુલજાશંકર મહેતાનો આજે જન્મદિવસ છે.
સુરતમાં જન્મેલા જન્મેલા નંદશંકર સુરતની શાળામાં અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા.૧૮૫૫મા લગ્ન પછી પોતે જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં જ આસી.શિક્ષક બન્યા .૧૮૫૮મા સમગ્ર ભારતમાં પહેલા હેડ માસ્તર બન્યા .તરત જ સુરતની ટીચર્સ ટ્રેનીગ કોલેજમાં પ્રિન્સીપાલ થયા.
મૂળ શિક્ષણના જીવ એવા નંદશંકર થીયોડર હોપ નામના બ્રિટીશ અધિકારીના કહેવાથી મહેસુલ વિભાગમાં જોડાયા.તે દરમિયાન અંકલેશ્વરમાં મામલતદાર ,કચ્છ અને લુણાવાડામાં દિવાન અને ગોધરામાં આસી.પોલીટીકલ એજન્ટ તરીકે રહ્યા હતા.તેમની આ સેવાઓ બદલ તેમને "રાવ બહાદુર"નો માનવંતો ખિતાબ પણ મળ્યો હતો.
સરકારી અધિકારી હોવાના નાતે નંદશંકર અંગ્રેજ અધિકારીઓને વસતિ ગણતરીના અહેવાલો અને સર્વસંગ્રહોના સંશોધનમાં ઘણા ઉપયોગી બન્યા હતા.
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે તેમનું યોગદાન ગુજરાતી ભાષાની પહેલી નવલકથા :કરણ ઘેલો"અને આર.જી .ભાંડારકરના સંસ્કૃત માર્ગોપદેશીકાના અનુવાદ અને સામયિકોમાં લેખો પુરતું સીમિત છે.
સમાજસુધારણા ક્ષેત્રે તેઓ સ્ત્રી શિક્ષણ,વિધવા પુન:લગ્ન ,પરદેશ ગમનના સમર્થક અને જ્ઞાતિ બહિષ્કારના વિરોધી હતા.સમાજ સુધારાની માનવધર્મસભા અને બુદ્ધિવર્ધક સભાના નંદશંકર સક્રિય સભ્ય હતા.
સાહિત્યકાર ,સંશોધક અને સમાજ સુધારક નંદશંકર મહેતાનું ૧૭ જુલાઈ ૧૯૦૫ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૧ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment