ડૉ. શિવલાલ જેસલપૂરા


        ડૉ. શિવલાલ જેસલપુરા (૧૯૧૮..૨૦૦૭)

          આજે મહાન મુત્સદી મેટરનીક, પ્રસિદ્ધ સાહિત્યકાર ઈશ્વર પેટલીકર અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઉમદા સંશોધક ડૉ. શિવલાલ જેસલપુરાનો જન્મદિવસ છે.
        વીરમગામમાં જન્મેલાં ડૉ. જેસલપુરાએ  ૧૯૪૧ માં મુંબઇ યુનિ. ની ગુજરાતી અને અંગ્રેજી સાથે વિનયન સ્નાતકની,૧૯૪૧ માં એજ વિષયો સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
         પ્રકાંડ પંડીત ,મહા મહોપાઘ્યાય કે. કા. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ૧૯૫૯ માં પીએચ. ડી ની ડીગ્રી મેળવી હતી. ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ભાવનગર,નડિયાદ,મોડાસા અને અમદાવાદમાં  તથા વિરમગામ  કોલેજના આચાર્ય તરીકે કામ કર્યું કર્યું.
        ડૉ. જેસલપુરા ખંતીલા અધ્યાપક હતાં. વિદ્યાકીય કારકિર્દી દરમિયાન દેહલકૃત અભિનવ.. ઊજનું, નેમિંરંગ રત્નાકર છંદ, કવિ લાવણ્યના સમયની લઘુ કાવ્યકૃતિઓ, પ્રાચીન.. મધ્યકાલીન બારમાસા સંગ્રહ, પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓ શામળ ભટ્ટ કૃત સિંહાસન બત્રીસી, શામળ ભટ્ટની પાંચ બુહત્કથાઓ, અરેબિયન નાઈટ્સની વાર્તાઓ, નરસિંહ મહેતાના કૃષ્ણલીલાના પદ, આરાધના જેવાં અનેક સંશોધન.. સંપાદનો કર્યા છે. તેઓએ સર્જનાત્મક પુસ્તકો પણ લખ્યાં છે.
          તેમનાં સાહિત્ય સંશોધન.. સંપાદનની  ગણમાન્ય વિદ્વાનો એ પ્રસંશા કરી છે.
          તેમનાં સંશોધનની વિશેષતા એ છે કે પોતાનાં મોટાભાગનાં સંશોધનો સ્વખર્ચે કરેલાં.
          ડો. જેસલપૂરાનાં શોધકાર્યનું કાંટાવાળા પ્રાઈઝ, ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક વગેરેથી સન્માન થયું છે
         .૨૫ ફેબ્રઆરી ૨૦૦૭ ના રોજ શિવલાલ જેસલપુરાનું અવસાન થયું હતું.
                    અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩ મે ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ