ર.વ. દેસાઈ

યુગમૂર્તિ સાહિત્યકાર :ર.વ.દેસાઈ (૧૮૯૨-૧૯૫૪)

      ગુજરાતી સમાજમાં ર.વ.દેસાઈના ટૂંકા નામે પંકાયેલા રમણલાલ વસંતલાલ દેસાઈનો  આજે જન્મદિવસ છે.
       ર.વ.દેસાઈનું મૂળગામ પંચમહાલ જીલ્લાનું કાલોલ ગામ પણ જન્મ થયો હતો વડોદરા જીલ્લાના શિનોર ગામે.રમણલાલ બી.એ ,એમ.એ થયા પછી વડોદરામાં શિક્ષક અને પછી ગાયકવાડીમાં હઝુર કામદાર તરીકે જોડાયા હતા.
                                                                                                  ર.વ દેસાઈએ નાટક,નવલકથા,વાર્તા,કવિતા,આત્મકથા અને જીવનચરિત્રો ઉપરાંત ઈતિહાસ અને સંસ્કૃતિ જેવા વિષયોને કુશળતાપૂર્વક ખેડ્યા છે.છતાં એકંદરે તેમની છબી નવલકથાકાર તરીકેની રહી છે.
        ૧૦૦ ઉપરાંત પુસ્તકોના રચયિતા ર.વ દેસાઈની ૩૨ જેટલી નવલકથાઓમાં "દિવ્યચક્ષુ ","ભારેલો અગ્નિ" ,શૌર્યતર્પણ ,ઠગ,ક્ષિતિજ ,ગ્રામલક્ષ્મી,અપ્સરા,જયંત,વગેરે જાણીતી નવલકથાઓ છે.
         ગુજરાતમાં ઈતિહાસની વિષયવસ્તુની સજ્જતા સાથે નવલકથાઓ લખનારા સર્જકોમાં ર.વ.દેસાઈ શીર્ષસ્થ સ્થાને છે. શૌર્ય તર્પણ નવલ લખતાં પહેલાં તેમણે મેવાડમાં ક્ષેત્ર કર્યું હતું.ર. વ દેસાઈએ "ગઈકાલ "શીર્ષકથી રસિક આત્મકથા પણ લખી છે.૧૯૩૨ માં તેમને ગુજરાતી સાહિત્યનો માનવંતો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.નવલકથાના ક્ષેત્રે મળેલી લોકપ્રિયતાને કારણે તેઓ "યુગમૂર્તિ "સ્વભાવને લીધે સૌજન્ય મૂર્તિ અને અંગત વર્તુળોમાં "ભાઈસાહેબ "તરીકે જાણીતા થયા હતા.ગુજરાતી ભાષાના આ લોકપ્રિય નવલકથાકારનું ૨૦ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૨ મે ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ