સુમિત્રાનંદન પંત
હિન્દીના વર્ડ્ઝવર્થ:
સુમિત્રાનંદન પંત (૧૯૦૦-૧૯૭૭)
હિન્દી સાહિત્યના ચાર સ્તંભો પૈકીના એક અને હિન્દી સાહિત્યમાં વર્ડ્ઝવર્થ તરીકે પસિદ્ધ થયેલા સુમિત્રાનંદન પંતનો આજે જન્મદિવસ છે.
ઉત્તરપ્રદેશના અલ્મોડા જીલ્લાના કોશાની ગામે માતા-પિતાના સાત સંતાનો પૈકી સૌથી નાના સંતાન તરીકે જન્મેલા સુમિત્રાનંદનનું મુળનામ ગુંસાઈ દત્ત હતું.પરંતુ પોતાને પસંદ ન આવતા રામાયણના લક્ષ્મણના ચરિત્રને ધ્યાનમાં રાખી જાતે જ સુમિત્રાનંદન નામ રાખી લીધું.અલ્મોડા,કાશી અને અલ્હાબાદમાં ભણ્યા.
નેપોલિયનના યુવાનીના ચિત્રને જોઈ લાંબા વાળ રાખવાનું પણ શરુ કર્યું કોલેજના અભ્યાસ દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આવ્યા અને અસહકારના જુવાળમાં ભણતર છોડી દીધું. પણ જાતે હિન્દી,સંસ્કૃત,અંગ્રેજી અને બંગાળીનો ઊંડો અભ્યાસ કર્યો.
તેઓ સાહિત્ય સર્જનના ક્ષત્રે ટાગોર,અરવિંદ અને સરોજીની નાયડુથી પ્રભાવિત હતા.નવલકથા લેખનથી સાહિત્ય સર્જન શરુ કર્યું પણ ઝાઝી સફળતા કવિતા લેખનથી મળી હતી.
સુમિત્રાનંદન પંતે.વીણા,ઉચ્છાવાસ,પલ્લવ,ગ્રંથિ,ગુંજન,ગ્રામ્યા,લોકયત્તન,આસ્થા,રૂપમ,યુગપથ,સત્યકામ,,ચિતમ્બરા ,માનસી,કળા ઔર બુઢા ચાંદ વગેરે જેવા ૨૮ કરતા વઘુ કાવ્ય,નાટક અને નિબંધના પુસ્તકો લખ્યા છે.તેઓની કવિતામાં છાયાવાદ,સમાજવાદ અને અરવિંદ એમ ત્રિવિધ પ્રભાવ જોવા મળે છે.
તેમના સર્જનોનું જ્ઞાનપીઠ,સોવિયેત-નહેરુ લેન્ડ એવોર્ડ,સાહિત્ય અકાદમી પુરસ્કાર અને પદ્મભૂષણથી સન્માન થયું છે.ડિસે.૧૯૭૭મા પંતજીનું અવસાન થયું હતું.
તેમની સ્મૃતિમાં તેમના જન્મસ્થાન કોશાનીમાં "સુમિત્રાનંદન પંત વિથિકા"નામથી સંગ્રહાલય બન્યું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૦ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment