પન્નાલાલ પટેલ


          પન્નાલાલ પટેલ (૧૯૧૨-૧૯૮૯)

         આપણી ભાષાના સૌથી વઘુ વંચાતા લેખકો પૈકીના એક શ્રી પન્નાલાલ પટેલનો આજે જન્મદિવસ છે.
        અગ્રેજી ચોથું ધોરણ જ ભણેલા પન્નાલાલના સર્જનો લેખક થવાનો ઈજારો માત્ર પદવીધારીઓનો જ નથી તેનો જવાબ આપે છે.
        પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના માંડલી ગામે.ઇડરની શાળામાં ઉમાશંકરના સહપાઠી રહેલા.ચોથા સુધીનો અભ્યાસ કરી દારૂના ભટ્ઠા પર અને અમદાવાદ ઇલેક્ટ્રિકસિટી બોર્ડમાં મીટર રીડર તરીકે પણ કામ કર્યું હતું.
        સર્જક તરીકે પન્નાલાલની પ્રતિષ્ઠા "મળેલા જીવ"થી બંધાણી .પછી તો ભાંગ્યાના ભેરુ,માનવીની ભવાઈ,વળામણા ,પાનેતરના રંગ,વાત્રકના કાંઠે ,સુખ-દુખના સાથી,ના છુટકે જેવા અનેક સર્જનો આપ્યા.
       કવિતા સિવાયના નવલકથા ,ટૂંકીવાર્તા,નાટક,ચરિત્રો વગેરેમાં ખેડાણ કર્યું .કાનજી અને જીવી,કાળું અને રાજુ જેવા તેમના પાત્રો તો આજે પણ ગુજરાતીઓને હૃદયસ્થ છે.ગ્રામીણજીવનની સાહિત્યિક રજુઆતમાં પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યમાં બિનહરીફ છે. તેમના સર્જનો ગુજરાતી સાહિત્યની વૈશ્વિક સ્તરે રજૂઆત કરે છે.
        પટકથાકાર તરીકે કામ કરનાર પન્નાલાલના સર્જનોના આધારે ચલચિત્રો પણ બન્યા છે.
         તળપદા સર્જકનું રણજીતરામ સુવર્ણચંદ્રક અને જ્ઞાનપીઠ એવોર્ડથી સંન્માન થયું છે.પન્નાલાલ પટેલનું ૭ ઓગસ્ટ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૭ મે ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ