રણજીત ગુહા
ઈતિહાસલેખનનો વંચિત અવાજ :
રણજીત ગુહા (૧૯૨૨-૨૦૧૧)
આજે ફિલ્મકાર પદ્મરાજન ,લીલાવતી મુનશી ,ઇલાબેન પાઠક,ઉજમશી પરમાર અને ઇતિહાસકાર રણજીત ગુહાનો જન્મદિવસ છે.
ઈતિહાસ સ્થિત છે પરંતુ તેના તરફ જોવા માટેનો ઈતિહાસકારોનો દ્રષ્ટિકોણ બદલાતો રહ્યો છે.આવા એક નવતર ઈતિહાસ સંશોધક રણજીત ગુહાનો જન્મ બંગાળના બન્ક્ગુંજે ખાતે થયો હતો.ગુહા ૧૯૫૯માં બ્રિટનમાં સ્થાયી થયા હતા.વિશ્વના વિવિધ દેશો જેવા કે ઓસ્ટ્રિયા,ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રલિયામાં અધ્યાપન કર્યું.
તેમનું સૌથી મોટું યોગદાન તે ઈતિહાસલેખનમાં "વંચિતલક્ષી(SUBALTERN) સંશોધન પદ્ધતિ"નું પ્રચલન છે.તે દ્રારા રણજીત ગુહાએ મહિલાઓ ,ખેડૂતો,દલિતો.આદિવાસીઓ વગેરેના ઈતિહાસને જોવાનો તદ્દન નવતર પરિપ્રેક્ષ્ય રજુ કર્યો.
"વંચિતોના ઇતિહાસનું સંશોધન વંચિતોના દ્રષ્ટિકોણથી "આ વિચાર સબલ્ટન ઈતિહાસલેખન અને ગુહાના ઈતિહાસ સંશોધનની આધારશીલા છે.આ નવ્ય ઈતિહાસલેખનશાખાએ ૧૯૮૦-૯૦ના દાયકામાં ઈતિહાસ લેખનમાં હડકંપ મચાવી દીધો હતો.
રણજીત ગુહાએ "એ રુલ ઓફ પ્રોપર્ટી ઓફ બેન્ગાલ","એલેમેન્ટરી આસ્પેક્ટ ઓવ પીઝન્ટ ઇનસર્જંસી ઇન કોલોનિયલ ઇન્ડિયા ","હિસ્ટરી એટ દિ લિમિટ ઓવ વલ્ડ હિસ્ટરી","SABALTARN STUDIES "ભાગ ૧ થી ૧૦ (સંપા.)"દિ સ્મોલ વોઈસ ઓવ હિસ્ટરી "વગેરે તેમના ભારતીય ઈતિહાસ લેખનમાં યોગદાનો છે.
મૌખિક પરમ્પરાને આધારે ઈતિહાસનું લેખન કેમ થાય તેનો અદભુત નમુનો તેમનો લેખ "ચંદાનું મૃત્યુ"છે.પોતાની વિચારધારાને આધારે તેઓએ ઈતિહાસ લખનારા ઈતિહાસકારોનું મજબુત જૂથ તૈયાર કર્યું હતું.
રણજીત ગુહાનું ૧૯૧૧માં અવસાન થયું હતું .તેઓ ભારતીય ઇતિહાસ લેખનનો સીમા સ્તંભ હતાં.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૩ મે ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment