દાદાસાહેબ ફાળકે
હિન્દી ફિલ્મઉદ્યોગના પિતા :
દાદાસાહેબ ફાળકે (૧૮૭૦-૧૯૪૪ )
હિન્દી ફિલ્મના ક્ષેત્રે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જેમના નામથી અપાય છે તેવા દાદાસાહેબ ફાળકેનો આજે જન્મદિવસ છે.
મુળનામ ઘુંડીરાજ ગોવિંદ ફાળકે અને જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના ત્રયબકેશ્વર ખાતે થયો હતો.વિદ્વાન પિતાએ તે જમાનામાં મુંબઈની જે.જે.સ્કુલમાં ભણવા મુક્યા હતા.૧૮૯૦મા વડોદરામાં ભણ્યા હતા.ગોધરામાં પણ ફોટોગ્રાફીનું કામ કરતા હતા પણ ત્યાં પ્લેગ ફાટી નીકળતા ગોધરા છોડ્યું.
પુરાતત્વ વિભાગ અને છપખાનામાં પણ નોકરી કરી.૨૦મા સૈકાના પ્રારંભે "the life of christ"ફિલ્મ જોઈ અને આવું હિંદુ દેવ-દેવતાઓ વિષે કેમ ન થઇ શકે?તેવા વિચાર સાથે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવ્યું.
ફિલ્મનો તક્નીકી ભાગ શીખવા માટે જર્મની પણ ગયા હતા.અને ૨૧ એપ્રિલ ૧૯૧૩ના રોજ "રાજા હરિશ્ચન્દ્ર "રિલીઝ કરી.તે પછી મોહિની ભસ્માસુર,સત્યવાન સાવિત્રી,લંકા દહન,શ્રીકૃષ્ણ જન્મ જેવી ૯૫ થી વધુ ફિલ્મો અને ૨૬ શોર્ટ ફિલ્મો કરી.
હિન્દુસ્તાની ફિલ્મ કંપનીની સ્થાપના દ્રારા ફિલ્મના વ્યવસાયી સંગઠંનનો પાયો પણ નાંખ્યો.પોતાની ફિલ્મોમાં તકનીકી પ્રયોગો પર જોર દેતા દાદાસાહેબ ફિલ્મમાં પટકથા લેખન,ફોટોગ્રાફી અને નિર્માતા -નિર્દેશન જેવું મોટાભાગનું કામ પોતે જ કરતા,ફિલ્મો બનાવવાની ધૂનમાં આરોગ્ય પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા એક આંખ ગુમાવેલી અને પત્નીના ધરેણા ગીરો મુકેલા .આવા સર્મપિત શો મેનનું ૧૬ એપ્રિલ ૧૯૪૪ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩૦ એપ્રિલ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment