ગિરીજાદેવી


        ઠુમરીની રાણી :ગિરિજાદેવી (૧૯૨૯-૨૦૧૭)

                 આજે  "ઠુમરીના રાણી "તરીકે પસિદ્ધ થયેલા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ગિરિજાદેવીનો જન્મદિન છે.
          ઉત્તરપ્રદેશના વારાણસીમાં જમીનદાર પરિવારમાં જન્મેલા ગિરિજાદેવીને સંગીતપ્રેમી કુટુંબે સંગીતસાધના માટે સાનુકુળ વાતાવરણ આપ્યું હતું.સંગીતની ધૂનમાં એટલા તો મસ્ત બની જતા કે રાંધતી વખતે હાથ દાઝી જતા.ગુરુ સરજુપ્રસાદ મિશ્ર પાસે સંગીતની તાલીમ લઇ ૧૯૪૯મા સૌપ્રથમ કાર્યક્રમ અલ્હાબાદ રેડીઓ પર આપ્યો હતો.
         આ સમયે સ્ત્રીઓ જાહેર મંચ પર ગાઈ ના શકે જેવી જમાનાની રૂઢીચુસ્તતાનો ગિરિજાદેવીએ પણ સામનો કરવો પડ્યો હતો.
         બનારસ ધરાનાના આ ગાયિકાએ રાગ ધ્રુપદ,ખયાલ,ટપ્પા,તરાના,સદરા,અને ઠુમરી તથા લોકસંગીતમાં હોરી,ચૈતી,કજરી,ઝૂલા,દાદરા અને ભજનમાં મહારથ હાંસલ કરી હતી.તે દ્રારા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મૂળ સૌન્દર્ય અને સૌન્દર્યમુલક ઐશ્વર્યને પ્રકટાવ્યુ હતું.
        ગિરિજા દેવીએ ખુદ તો સંગીતની ઊંડી સાધના કરી જ સાથે સંગીતના શિક્ષણ અને સંશોધનમાં પણ  ઊંડો રસ દાખવી શિષ્યોની હારમાળા પણ તૈયાર કરી હતી.
        ગિરિજાદેવીની શાસ્ત્રીય સંગીતસાધનાનું પદ્મશ્રી,પદ્મભૂષણ ,પદ્મ વિભૂષણ,સંગીત નાટક અકાદમી પુરસ્કાર મહાસંગીત સન્માન એવોર્ડ,રાષ્ટ્રીય તાનસેન પુરસ્કાર એમ અનેક રીતે સન્માન થયું હતું.
        ગિરિજાદેવીનું તાજેતરમાં જ તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૭ મે ૨૦૧૮,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ