ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજીના ગુરુ :
ગોપાલકૃષ્ણ ગોખલે (૧૮૬૬-૧૯૧૫)
"ભારતનો નાયક ,મહારાષ્ટ્રનું ઘરેણું,શ્રમિકોનો રાજકુમાર અહી પરલૌકિક વિશ્રામ ફરમાવી રહ્યો છે .તેઓ તરફ જુઓ અને તેમના જેવું આચરણ કરવાનો પ્રયાસ કરો
આ વિધાનો લોકમાન્ય તિલકે ગોપાલકૃષ્ણ ગોખલે વિષે કહ્યા હતા.આજે તેમનો જન્મદિવસ છે.
મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના કોથાપુર ગામે જન્મેલા ગોખલેએ કોથાપુર અને મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું,મુંબઈમાં ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં શિક્ષક થયા,ફર્ગ્યુશન કોલેજમાં પ્રધાનાચાર્ય વગેરે તેઓની વ્યવસાયી કારકિર્દી હતી.
ગોખલે કોન્ગેસની મવાળવાદી વિચારધારાના સમર્થક હતા.૧૯૦૫ માં કોંગ્રેસના પ્રમુખ પણ થયા હતા.પણ તેમનું સૌથી મહત્વનું કામ તે ૧૯૦૪માં સ્થાપેલી ભારત સેવક સમાજ નામની સંસ્થા.આ સંસ્થાના આશ્રયે સેંકડોની સંખ્યામાં ભારત સેવકો તૈયાર કર્યા હતા . તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તે આપણા ઠકકરબાપા.બ્રિટીશ શાસન અંતર્ગત અનેક રાજકીય હોદ્દાઓ પણ ગોખલેએ દીપાવ્યા હતા."ભારત વિકાસની ચાવી શિક્ષણ"માં જોતાં ગોખલે ગુણવતાવાળા અંગ્રેજી પુસ્તકો પુષ્કળ વાંચતા .પરિણામે તેમના વિષે કહેવાતું કે "ગોખલેએ જે પુસ્તક ના વાંચ્યું હોય તે પુસ્તક વાંચવા જેવું નહિ જ હોય".ગાંધીજીએ તેમની આત્મકથામાં ગોખલેને "ગંગા જેવા પવિત્ર "કહી પોતાના રાજકીય ગુરુ તરીકે સ્થાપ્યા હતા.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૯ મે ૨૦૧૮,અમદાવાદ
Comments
Post a Comment