જોરિયો પરમેશ્વર (૧૮૩૮..૧૮૬૮)
સાર્ધશતાબ્દી નિમિત્તે.......
આ વર્ષ પંચમહાલના નાયક આદિવાસીઓનાં આઝાદીના જંગનું સાર્ધ શતાબ્દી વર્ષ છે.પરંતુ ગુજરાત આ ઇતિહાસથી અજાણ છે.આજથી ૧૫૦ વર્ષ પહેલાં અંગ્રજો અને રજવાડાઓ અને સ્થાનિક શોષણખોર વર્ગ એમ ત્રેવડી આઝાદીનો જંગ ખેલ્યો હતો.ખુદ બ્રિટિશ દસ્તાવેજો મુજબ તેમાં દોઢ મહિનામાં ૧૪ નાયક અને બારીયા જાતિના ક્રાંતિકારીઓએ શહીદી વહોરી હતી જ્યારે ૧૬ એપ્રિલ ૧૮૬૮ ના રોજ જોરીયા પરમેશ્વર,રૂપસિંહ નાયક, ગલાલ
નાયક,રાવજી ચીમન બારીયા, અને બાબર ગલમા નાયક જેવાં ૫ ક્રાંતિકારીઓને ફાંસી એ લટકાવી દીધા.૨૩ ક્રાંતિકારીઓને આજીવન કારાવાસની સજા ફટકારી. બીજા અનેકને ૩ વર્ષ થી લઇ ૭ વર્ષ સુધીની આકરી કેદની સજા કરી ક્રાંતિની જ્યોત મુરજાવી દીધી. ક્રૂરતા તો એ વાતની હતી કે તેમાં જાંબુઘોડા તાલુકાના માત્ર દાંડિયાપૂરા ગામના ૧૯ ક્રાંતિકારી હતાં. સેંકડો આદિવાસીઓને મુલભૂમિથી ખદેડી મુકયા. આટલી ક્રૂર કાનૂની સજાનો ગુજરાતના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. એક તરફ જન્મશતાબ્દીઓ ઉજવાઈ રહી છે. મીઠું ઉંચકી સત્યાગ્રહ કરનારાઓનાં વંશજો ૫૦૦ વાર ના પ્લોટમાં બંગલા બાંધી બગીચાઓમાં હીંચકે ઝૂલી રહ્યા છે. જ્યારે દેશના આઝાદીના સંગ્રામમાં આટલું માતબર યોગદાન આપનારના વંશજો પગથી માથાં સાથે જીવી રહ્યા છે. ખાતરી કરવી હોય તો જાંબુઘોડા પાસેના ધનપરી અને દેવગઢ બારિયા તાલુકાના પોયલી ગામની મુલાકાત લો. દેશની આઝાદીના સંગ્રામની તમારી દૃષ્ટિ ન બદલાય તો મને ફટ કહેજો.
. શહીદો શ્રધ્ધાંજલિ
આ વિષે વઘુ જાણકારી માટે વાંચો " વિસરાયેલા શહીદો"(અરુણ વાઘેલા)
Comments
Post a Comment