સુરાભાઇ ભરવાડ
ગાંધીવાદી કર્મશીલ :
સુરાભાઇ ભરવાડ (૧૯૧૭-૨૦૧૦)
આજે તારીખ ૧૦ જુન ,ગુજરાતના ગોપાલક સમાજના જાણીતા સમાજસુધારક અને પસિદ્ધ ગાંધીવાદી કર્મશીલ સુરાભાઇ પુનાભાઈ ભરવાડનો જન્મદિવસ છે.
અમદાવાદમાં સામાન્ય પરિવારમાં જન્મેલા સુરાભાઇએ સાત ચોપડી સુધીનો અભ્યાસ કર્યો હતો. જૈન સંત મુનિ સંતબાલજી અને ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના પરિચયમાં આવ્યા અને તેમની રચનાત્મક અને બુનિયાદી પ્રવુંતિઓથી પ્રભાવિત થઇ જીવન ગાંધી વિચારને સમર્પિત કર્યું હતું.
રચનાત્મક ક્ષેત્રે પુનાભાઈએ છાત્રાલયો શરુ કરવા,સામાજિક કુરિવાજો દુર કરવા ,ગોપાલક સાહિત્યનું પ્રકાશન વગેરે જેવી પાયાની પ્રવુતિઓ કરી હતી.ખાદી,મહિલા વિકાસ,કિસાન વિકાસ,સહકારી પ્રવુતિઓ અને પોતે જે સમાજમાંથી આવતા હતા તે ભરવાડ અને ગોપાલક સમાજની ઉન્નતિમાં સુરાભાઇને વિશેષ રુચિ રહી હતી.
ગોપાલક સમાજના ઉત્થાન માટે સુરાભાઇએ અનેક પત્રિકાઓ અને કેટલાક પુસ્તકોનું પ્રકાશન પણ કર્યું હતું.જેમાં ગોપાલ દર્શન,ગોપાલકોનો ઈતિહાસ ,વસ્તી શિક્ષણ,ભરવાડ સંતો અને શૌર્યકથાઓ વગેરે મુખ્ય છે.
ભરવાડ સમાજમાં સામાજિક સુધારા પરિષદો,શિક્ષિત ગોપાલક પરિષદો,સામાજિક-ધાર્મિક ઉત્સવો વગેરે દ્રારા સુરાભાઇએ ગુજરાતના ગોપાલક સમાજને રાષ્ટ્રની મુખ્ય ધરીમાં એકસૂત્રમાં પરોવવાનું વીરલ કામ કર્યું હતું.
સુરાભાઇ પુનાભાઈ ભરવાડની પ્રવુતિઓનું ભરવાડ રત્ન,ભરવાડ કેસરી જેવા બિરુદો અને ગુજરાત ગોપાલક મંડળના પ્રમુખ એમ વિવિધ રીતે સન્માન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૦ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment