રામજીભઈ ચૌધરી
કિસાન નેતા :
રામજીભાઈ ચૌધરી (૧૯૧૫-૧૯૮૩)
લગભગ અજાણ્યા કહી શકાય તેવા પણ સ્વરાજ્યયુગમાં ગંજાવર કામ કરી ગયેલા રામજીભાઈ ચૌધરીનો આજે જન્મદિવસ છે.
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ભડકુવા ગામે જન્મેલા રામજીભાઈનું પૈતુક ગામ લવેટ હતું અને તેથી તેઓ રામજીભાઈ લવેટવાળા તરીકે પણ ઓળખાતા હતા.
વાંકલ શાળામાં ૬ ચોપડી સુધીનો અભ્યાસ કરી ઉમરપાડામાં આશ્રમ શિક્ષક તરીકે વ્યવસાયી કારકિર્દી શરુ કરી હતી.તેમના વ્યક્તિત્વનિર્માણમાં ઠક્કરબાપા અને ઇન્દુલાલ યાજ્ઞિકનો ઊંડો પ્રભાવ હતો.
દેશના આઝાદીના સંગ્રામમાં ભાગ લઇ ઘણીવાર જેલયાત્રાઓ પણ કરી હતી.તેમનું મુખ્ય કામ સહજાનંદ સરસ્વતી અને ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં સ્થપાયેલી (૧૯૩૬)કિસાનસભાના પ્રચાર અને પ્રસારનું હતું.ખુદના પ્રયત્નોથી નાનકડું લવેટ ગામ કિસાનસભાનું થાણું બન્યું હતું.સંમગ્ર દક્ષિણ ગુજરાતને તેમણે ખેડૂત પ્રવુંતિઓથી ચેતનવંતુ બનાવ્યું હતું.
રામજીભાઈએ સ્વતંત્રતા સૈનિકોને મળતા પેન્શનનો પ્રેમથી અસ્વીકાર કર્યો હતો.આઝાદી પછી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા વિધાનસભાના દંડક પણ બન્યા ,આદિવાસી વિસ્તારના પ્રશ્નોની ચર્ચા માટે સ્વાધ્યાય મંડળની સ્થાપના કરી હતી.
તેમની પ્રવુતિઓ સત કૈવલ સંપ્રદાય,શાકાહાર,સ્વચ્છતા, દારૂબંધી અને ઉકાઈ બંધના ખેડૂતોના જમીન વળતર અપાવવાની દિશામાં પણ રહી હતી.
નીડર ,પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા એવા રામજીભાઈ ચૌધરીનું ૨૯ જુલાઈ ૧૯૮૩ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૪ જૂન ૨૦૧૪, અમદાવાદ
Comments
Post a Comment