પી. ખરસાણી
ગુજરાતી ચાર્લી ચેપ્લીન :
પી.ખરસાણી (૧૯૨૬-૨૦૧૬)
આજે ૧૯ જુન વર્ષનો ૧૭૦મો દિવસ અને સુસ્મિતા મ્હેડ ,લિબીયાના શાસક મોહમ્મદ ગદાફી,સચ્ચા બાદશાહ તરીકે પસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદ અને ગુજરાતી ચલચિત્રોના ચાર્લી ચેપ્લીન તરીકે જાણીતા થયેલા પી.ખરસાણીનો જન્મદીન છે.
આજના દિવસે જ ૧૮૬૨ના વર્ષે અમેરિકી સેનેટે ગુલામી પ્રથાને કાયદા થકી તિલાંજલિ આપી હતી.
પી.ખરસાણીનું આખું નામ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી અને જન્મ કલોલ પાસેના ભાટવાડા ગામે થયો હતો. ૬ દાયકાથી વધુની તેમની અભિનેતા તરીકેની કારકિર્દીમાં ૧૦૦થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ તથા ૭૫થી વધુ નાટકોમાં અભિનયના અજવાળા પાથર્યા હતા.
પત્તાની જોડ,પરણ્યા છતાં કુંવારા,હું કઈક કરી બેસીસ ,માફ કરજો આ નાટક નહિ થાય,રણછોડે રણ છોડ્યું,રાજાને ગમી તે રાણી,જેવા નાટકો અને માંડી જાયાનું મામેરું,નારી તું નારાયણી,લાખો ફુલાણી,ગોરલ ગરાસણી,ભાથીજી મહારાજ,મેના ગુર્જરી અને ભવની ભવાઈ જેવી ફિલ્મો તેઓની અભિનયક્ષમતાના ઉદાહરણો છે.
ગુજરાતી સમાજમાં ચાર્લી ચેપ્લીન અને હરતી ફરતી યુનિ.તરીકે પસિદ્ધ થયેલા પી.ખરસાણીનું ૨૦ મેં ૨૦૧૬ના રોજ ૯૦ વર્ષની પૌઢ વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૯ જુન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment