દેવી અહલ્યાબાઈ
દેવી અહલ્યાબાઈ હોલકર (૧૭૨૫..૧૭૯૫)
માળવા પ્રાંતના ઇન્દોર રાજ્યના રાણી અહલ્યાબાઈ હોલ્કર અને ભૂતપર્વ ક્રિકેટર પંકજ રોયનો આજે જન્મદિવસ છે.
અહલ્યાબાઇનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના છઉંડી(ચાઉડી) ગામે થયો હતો. પિતાએ જમાનાથી અલગ પડી પુત્રીને ભણાવી હતી. મરાઠા સેનાપતિ મલ્હારરાવ હોલકરે અહલ્યાબાઈને મંદિરમાં કામ કરતા જોયા તેમના ચરિત્ર ને જોઈ પુત્ર ખંડેરાવ સાથે તેમનાં લગ્ન કરાવ્યાં.
૧૭૫૪ માં કુંભેરના યુદ્ધમાં પતિ અને તરત સસરાનું અવસાન થતાં અહલ્યાબાઇ માળવા રાજ્યના શાસક બન્યાં. તેમની મુખ્ય શક્તિ સેનાપતિ તુકોજીરાવ હોલકર હતાં. અહલ્યાબાઈ પોતાની કુનેહથી રાજ્યને દુશ્મનોના હુમલાઓથી બચાવ્યું. યુદ્ધોમાં સેનાનું નેતૃત્વ કરતાં.તેઓ બહાદુર યોદ્ધા અને કુશળ તીરંદાજ હતા.તો મંદિરો, ધર્મશાળાઓ, રસ્તાઓ, ઘાટ, કૂવાઓ, પરબો અને અન્નક્ષેત્રો જેવી પ્રજાકલ્યાણકારી પ્રવુતિઓ માટે ઉદાર હાથે સખાવતો કરી. નાનકડાં કસ્બા ઇન્દોરને રાજધાની તરીકે વિકસાવ્યું.
ઉત્કૃષ્ટ વિચારો અને નૈતિક મૂલ્યોના આચરણને કારણે તેમને"દેવી" નો દરજ્જો મળ્યો હતો.
૧૩ ઓગસ્ટ ૧૭૯૫ ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમની સ્મૃતિમાં ઇન્દોરમાં એરપોર્ટ,યુનિ.ઉપરાંત અનેક જાહેર સંસ્થાઓ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર , ૩૧ મે ૨૦૧૮,અમદાવાદ
Comments
Post a Comment