ડુંગળીચોર મોહનલાલ પંડ્યા
ડુંગળીચોર :
મોહનલાલ પંડ્યા :૧૮૭૨-૧૯૩૫)
આજે સ્વતંત્રતા સૈનિક,રચનાત્મક કાર્યકર મોહનલાલ કામેશ્વર પંડ્યાનો જન્મદિવસ છે.
ખેડા જીલ્લાના કઠલાલમાં જન્મેલા મોહનલાલ પંડ્યા ૧૯૧૭માં ગોધરામાં ભરાયેલી પહેલી રાજકીય પરિષદ પછી જાહેરજીવનમાં સક્રિય થયા હતા .એ પહેલા પણ ભૂગર્ભ પ્રવુંતિઓ અને જંગલમાં છાપખાનું ઉભું કરી બનાવતી નામે બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રકાશિત કરવું વગેરે પણ તેઓની પ્રવુતિ રહી હતી.
ગુજરાત કક્ષાએ ૧૯૩૫ સુધી થયેલા મોટાભાગના સત્યાગ્રહો અને રચનાત્મક પ્રવુંતિઓ ઉપરાંત નાગપુર ઝંડા સત્યાગ્રહ પણ મોહનલાલ પંડ્યાનું યોગદાન રહ્યું હતું.
મોહનલાલને મુખ્યત્વે ખેડા સત્યાગ્રહ દરમિયાન કરેલી પ્રવુતિ માટે વિશેષ સ્મરવામાં આવે છે.ખેડા સત્યાગ્રહમાં જમીન મહેસુલ વધારા વિરુદ્ધના સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે ખેડૂતોના ખેતરો ખાલસા કર્યા હતા.તેની સામે મોહનલાલ પંડ્યાના નેતૃત્વમાં ખેડા જીલ્લાના નવાગામ ગામેથી ૨૦૦ ખેડૂતોએ રાતોરાત ખેતરમાંથી ડુંગળીનો ઉભો પાક ઉપાડી ઘર ભેગો કર્યો હતો તેની સામે મોહનલાલ પંડ્યા સામે કેસ ચલાવી તેઓને ૨૦ દિવસની કેદની સજા કરવામાં આવી હતી.તેમના પર ચાલેલા કોર્ટ કેસ દરમિયાન ખુદ ગાંધીજી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.એટલું જ નહિ મોહનલાલ પંડ્યાને :ડુંગળીચોર "નું બિરુદ આપી પોતાની આત્મકથામાં તેમના વિષે" ડુંગળીચોર" નામનું એક પ્રકરણ પણ લખ્યું છે.
મોહનલાલ પંડ્યાનું ૧૯૩૫મા અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૧ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment