શાહુ મહારાજ


                      પ્રજાધર્મી શાસક :
             શાહુ મહારાજ (૧૮૭૪-૧૯૨૨)
        આજે ગુજરાતના પહેલા મહિલા સ્નાતક શારદાબેન મહેતા અને કોલ્હાપુરના પ્રજાધર્મી રાજા શાહુ મહારાજનો જન્મદિવસ છે. આજના દિવસે જ ૧૪૯૮ના વર્ષે ચીનમાં ટુથબ્રશની શોધ થઇ હતી.
      શાહુ મહારાજનું મુળનામ યશવંતરાવ હતું.પોતે જાગીરદાર પરિવારના હતા પણ ૧૮૮૪મા કોલ્હાપુરના રાણીએ દત્તક લેતા તેઓ ત્યાના બાળરાજા બન્યા હતા.શાહુ મહારાજે રાજકુમાર કોલેજ રાજકોટ અને ધારવાડમાં શિક્ષણ લીધું હતું.
        રાજા બન્યા પછી શાહુ મહારાજે વેઠપ્રથા,વતનદારી પ્રથાને નાબુદ કરી હતી.પરિણામેં  સેંકડો વર્ષની ગુલામીમાં જીવતા લાખો વંચિતો મુક્ત થયા હતા.જાતિવાદના વિરોધ અને દલિત ઉદ્ધાર માટે પણ તેમનું સ્મરણ થાય છે.દલિતો માટે શાળાઓ અને છાત્રાલયો ખોલી તેમના પરિવર્તનનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો તેઓએ કોલ્હાપુર રાજ્યમાં ૧૯૦૨મા ૫૦ ટકા નોકરીઓ દલિતો માટે અનામત રાખી હતી.દલિત ઉત્થાન અને માટે કાર્યશીલ જોતિરાવ ફૂલેને પણ શાહુ મહારાજનું સમર્થન સાંપડ્યું હતું.ડોકટર બાબાસાહેબ આંબેડકરને વિદેશ અભ્યાસ માટે પણ શાહુ મહારાજની ઘણી મદદ મળી હતી.
          સામાન્ય રીતે રાજા-મહારાજાઓને તેમના દિગ્વિજયો અને સિદ્ધિઓ માટે યાદ કરાય છે પણ શાહુ મહારાજનું સ્મરણ તેમની સર્વજન હિતાય સર્વજન સુખાયની નીતિ માટે થાય છે.
         પ્રજાકલ્યાણકરી રાજવી શાહુજી મહારાજનું ૧૦ મેં ૧૯૨૨ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૬ જૂન ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ