ડૉ. સુમંત મહેતા


          ૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો:
          ડો.સુમન્ત મહેતા (૧૮૭૭-૧૯૬૮)
         આજે ૨૦મા સૈકાના ગુજરાતના બોદ્ધિક અને ઉમદા કર્મશીલ સુમન્ત મહેતાનો જન્મદિન છે.
       સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા સુમન્ત મહેતાના પિતા તેમના રેશનલ મુલ્યોના કારણે સુરતની નાગરી નાત દ્રારા વર્ષો સુધી બહિષ્કૃત રહ્યા હતા.તેમના દાદા એટલે આપણા પહેલા નવલકથાકાર નંદશંકર મહેતા અને પત્ની એટલે પહેલા મહિલા સ્નાતક શારદાબેન મહેતા.
         ડો.સુમન્ત મહેતાને ક્રિકેટ,તરણ,ટેનીસ અને ઘોડેશ્વારીના શોખ હતા.સુમન્ત મહેતા ૧૯૦૧મા ડોકટર થયા અને ગાયકવાડીમાં  વડોદરા અને નવસારી વગેરે જગ્યાએ મેડીકલ ઓફિસર તરીકે સેવાઓ આપી હતી.ગામડાઓમાં ગામઠી અને આયુંર્વૈદીક ઉપચારની યોજનાઓ અમલમાં મૂકી હતી.  
           પર્યાવરણવાદી ,પ્રકુતિપૂજક અને વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવાના હિમાયતી સુમન્ત મહેતાએ ૧૯૧૫મા ગોપાલકૃષ્ણ ગોખલેના પ્રભાવમાં જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાનું નક્કી કર્યું હતું.
            ૧૯૨૧માં ગાયકવાડીમાંથી નિવૃત થઇ  બાકીનું જીવન સમાજસેવામાં વ્યતીત કર્યું હતું.દલિતો આદિવાસીઓ,કેદીઓ અને ખેડૂતો માટે ઘણું કામ કર્યું .વડોદરા રાજ્ય પ્રજામંડળ અને ગુજરાત કિસાન સભાના પ્રમુખ પણ થયા હતા.આદિવાસીઓ માટે તો "રાનીપરજ"જેવો શબ્દ તેઓએ પ્રયોજ્યો હતો.
            સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ડો.સુમન્ત પુષ્કળ વાંચતા-વિચારતા અને કામ કરતા.ડો.સુમન્ત મહેતાએ તત્કાલીન ગુજરાતની અનેક સંસ્થાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન આપ્યું હતું.
           કામગરા અને સ્પષ્ટ વક્તા એવા સુમન્ત મહેતાએ આત્મકથા,સમાજ દર્પણ ,હાલી :જમીનના ગુલામો જેવા પુસ્તકો અને કિન્નરો અને આદિવાસીઓ  જેવા તે સમયમાં નવતર ગણાય તેવા અનેક વિષયો પર સમાજોપયોગી લેખો  લખ્યા હતા.
              ૨૦મા સૈકાના ગુજરાતનો અરીસો ગણાય તેવા ડો.સુમન્ત મહેતાનું ૧૦ ડિસે.૧૯૬૮ના રોજ અવસાન થયું હતું.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ