વી. એ. સ્મિથ

           સામ્રાજ્યવાદી ઇતિહાસકાર :
          વી.એ. સ્મિથ (૧૮૪૮..૧૯૨૦)

           ભારતના ઇતિહાસની કહેવાતી શાસ્ત્રીય શરૂઆત અંગ્રેજ વહીવટી અને લશ્કરી અધિકારીઓ દ્વારા થઈ. તેમાંનું એક મહત્વનું નામ વિન્સ્ટન્ટ આર્થર સ્મિથ છે.
            આજના દિવસે તેમનો જન્મ ઇંગ્લેન્ડના ડબ્લીનમાં થયો હતો. પિતા ડોકટર અને સિકકાશાસ્ત્રના અભ્યાસી હતા તેથી ઘરમાં જ ઇતિહાસ અને સંસ્કૃતિની તાલીમ મળી હતી.
            સ્મિથ ૧૮૭૧ માં ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરી ભારતમાં અધિકારી તરીકે આવ્યાં. અહી તેમણે કાયદા, વહીવટી અધિકારી અને ન્યાયધીશ તરીકે જવાબદારીઓ અદા કરી.૧૯૧૦ માં ઇંગ્લેન્ડ પરત ફરી ઓક્સફર્ડ યુનિવર્સિટીની સેન્ટ જ્યોર્જ કોલેજમાં ક્યુરેટર તરીકે જોડાયાં.
             વી. એ. સ્મિથે નોકરીના ભાગરૂપે જે સંશોધન કાર્ય કર્યુ હતું તેનાં પાયા પર "બુદ્ધિસ્ટ એમ્પરર અશોક", "અકબર દિ ગ્રેટ"," હિસ્ટરી ઓવ ફાઈન આર્ટસ ઈન ઈન્ડિયા એન્ડ સિલોન" ," અર્લી હિસ્ટરી ઓફ ઇન્ડિયા" અને "દિ ઓક્સફર્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયા "જેવાં પુસ્તકો લખ્યાં.
            સ્મિથના ઇતિહાસના પુસ્તકોની અનેક આવૃત્તિઓ થઈ અને લાખો પ્રતો વેચાઈ છે. પરંતુ યુરોપીય સર્વોપરિતાના પુષ્કળ ભાવ સાથે લખાયેલા  તેમનાં પુસ્તકો અત્યંત પૂર્વગ્રહયુક્ત છે. છતાં બ્રિટનમાં તેના કામનું" Companion of the order of the Indian empire "થી સન્માન થયું હતું.
             વી.એ. સ્મિથનું ૬ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ ૭૧ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર ,ર૩ જૂન ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ