ભાઈકાકા


              વિદ્યાનગરના વિશ્વકર્મા :
              ભાઈકાકા (૧૮૮૮-૧૯૭૦)

         "ભાઈકાકા" તરીકે પસિદ્ધ થયેલા ભાઈલાલભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.
          મોસાળ સારસામાં જન્મેલા ભાઈલાલભાઈ માતા-પિતાના ચાર સંતાનોમાં બીજા સંતાન હતા.પિતાનો મહેનતકશ સ્વભાવ વારસામાં મળ્યો હતો.કિશોર ભાઈલાલભાઈને હરવા-ફરવા અને તોફાન કરવાનું પણ ખુબ ગમતું.બાળપણમાં ખેતરમાં વર્ષાડોડીનું ફૂલ તોડવા જતા તેનું ઝેરી દૂધ આન્ખમાં પાડતા કાયમ માટે એક આન્ખ ગુમાવવી પડી હતી.
           ભાઈના પુત્ર ભાઈલાલભાઈને ભાઈકાકા કહેતા હતા તે પછી તેમના બાળકો પણ ભાઈકાકા કહેવા લાગ્યા અને પછી તો આખું ગુજરાત તેમને ભાઈકાકા કહેવા લાગ્યું.
            ભણી-ગણી ભાઈલાલભાઈ ઇજનેર થયા.ગાયકવાડી વડોદરા,પુના,ધુલિયા ,અંગ્રેજ સરકાર અને સિંધમાં ઈજ્નરીમાં પોતાની વ્યવસાયી કુશળતાનો પરિચય આપતા રહ્યા.કુનેહપૂર્વક જમીન સંપાદન ,સુનિયોજન અને કરકસરપૂર્ણ રીતે મજબુત બાંધકામ એ  ભાઈકાકાની ઇજનેરીની શક્તિ હતી.તેઓના ઈજનેરી કૌશલ્યની તારીફ તો સરદાર પટેલ સમેત અનેક મહાનુભાવોએ કરી હતી .કાંકરિયા તળાવને રમણીય બનાવવામાં તથા ત્યાના પ્રાણીબાગનો વિચાર તેમના જ ફળદ્રુપ દિમાગની નીપજ હતા.
           ભાઈકાકાના જીવનનું વિશેષ પાસું તે તેમની રાજનીતિ .સ્વતંત્ર પક્ષ તરફથી ચુંટણી લડી તેઓ ૧૯૬૨મા ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા થયા હતા .
             એજ રીતે વલ્લભવિદ્યાનગરમાં શૈક્ષણિક સુવિધાઓ વિસ્તારવામાં પણ ભાઈકાકાનું અમુલ્ય યોગદાન રહ્યું છે.અહી ઈજનેરી કોલેજના નિમિત્તે વિધાનગરનો પાયો નાંખ્યો અને રાષ્ટ્રનિર્માતા સરદારની સ્મૃતિ ચિરંજીવ બનાવવા વલ્લભવિદ્યાનગર નામ આપ્યું .ભાઈકાકા ૩૧ ઓકટો.૧૯૫૫ના રોજ સ્થપાયેલી સરદાર પટેલ  યુનિ .ના પહેલા ઉપકુલપતિ પણ બન્યા હતા.
             કુશળ ઈજનેર,પ્રામાણિક રાજનીતિજ્ઞ અને મોટા ગજાના શિક્ષણશાસ્ત્રી ભાઈકાકાનું ૩૧ માર્ચ ૧૯૭૦ના રોજ ૮૧ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૭ જૂન ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ